Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વજન ઓછો કરવા ડાયટમાં સામેલ કરો એલોવેરા જ્યુસ

એલોવેરા વ્યકિત માટે ખૂબ જ ફાયદાકારક છે. લોકો એલોવેરાનું જેલ કાઢી તેનો સૌંદર્ય સમસ્યાઓ દૂર કરવામાં ઉપયોગ કરે છે. જ્યારે એલોવેરાનું જ્યુસ સ્વાસ્થ્યને અનેક લાભ પહોંચાડે છે. જેમાં કેલ્શિયમ, (જસ્તા), તાંબા, પોટેશિયમ, આયર્ન, સોડીયમ, મેગ્નેશિયમ, ક્રોમિયમ અને મેંગેનીઝ પ્રચુર માત્રામાં હોય છે. તે વજન ઓછુ કરવાની સાથે પેટની સમસ્યાઓ અને શરીરને ડિટોકિસફાઈ કરવાનું કામ કરે છે. જો તમે પણ સ્વસ્થ રહી તમારા શરીરનું વજન ઓછુ કરવા ઈચ્છો છો, તો ડાયટમાં એલોવેરા જ્યુસને પણ સામેલ કરો.

 એલોવેરા તમારા મેટાબોલિઝમને બૂસ્ટઅપ કરવાનું કામ કરે છે અને જ્યારે મેટાબોલિઝમ યોગ્ય રીતે કામ કરે છે, તો ફેટ બર્ન પણ ઝડપથી થાય છે.

 વજન ઓછુ કરવા માટે તમે ૨૦ મિલીગ્રામ જેટલુ એલોવેરા જ્યુસ એક ગ્લાસમાં પાણીમાં નાખીને પીવો. આ જ્યુસ ખાલી પેટે પીવાથી વિશેષ લાભ મળે છે.

 જ્યારે દરરોજ એલોવેરાનું સેવન કરવુ એ હૃદય માટે ખૂબ જ સારૂ ગણવામાં આવે છે. તે કોલેસ્ટ્રોલ સાથે લડવામાં પણ ખૂબ જ મદદ કરે છે.

(9:56 am IST)