Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

નવી ટેકનોલોજીને કારણે ૧.૮ અબજ યુવાનોની કરીઅર પર જોખમ

નવી દિલ્હી તા. રપઃ વર્કપ્લેસ પર ટેકનોલોજીમાં સુધારા સાથે કદમતાલ મેળવી ન શકતા ૧.૮ અબજ યુવાનો ભવિષ્યમાં વ્યાવસાયિક દૃષ્ટિએ પાછળ રહી જવાની શકયતા ડેલોઇટ ગ્લોબલ અને ગ્લોબલ બિઝનેસ કો-એલિશન ફોર એજયુકેશનના રિપોર્ટમાં જણાવવામાં આવી છે. આ અભ્યાસ મુજબ વિશ્વના ૧.૮ અબજ યુવાનો ૧પથી ર૯ વર્ષ વચ્ચેની ઉંમરના છે અને ઝડપથી નવી ટેકનોલોજીઓ રજુ કરતી ચોથી ઔદ્યોગિક ક્રાન્તિમાં તેમની કર્મચારી, ગ્રાહક અને સ્પર્ધક તરીકેની ભૂમિકાઓ આકાર લેશે. અભ્યાસમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ચોથી ઔદ્યોગિક ક્રાાન્તિ દ્વારા ટલેકનોલોજીમાં આવતાં પરિવર્તનો લોકોની કામગીરીના પ્રકાર અને પદ્ધતિમાં ફેરફારો લાવે છે. એ ફેરફારોની અસરરૂપે લગભગ ૧.૮ અબજ યુવાનોએ કારકિર્દીમાં પારોઠનાં પગલાં ભરવાની ફરજ પડશે. ર૦૩૦ સુધીમાં એ ૧.૮ અબજ યુવાનોમાંથી અડધા કરતાં વધારે યુવાનોમાં પોતાના કામ માટેની ટેકનોજિકલ આવડત, કુશળતા કે કવોલિફિકેશન્સનો અભાવ હોવાની શકયતા છે. એ પરિસ્થિતિ ટાળવા માટે કંપનીઓને અભિગમ બદલવાની અને વ્યુહાત્મક ફેરફારો કરવાની તેમજ યુવાનોની નવી ટેકનોલોજીને અપનાવવાની ક્ષમતા વધારવાનાં પગલાં લેવાની આવશ્યકતા છે.

(3:47 pm IST)