Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

વિશ્વ આરોગ્ય સંસ્થાએ હાઈડ્રોકસીકલોરોકવીન પર આ કારણોસર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: સલામતીની ચિંતાના લીધે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મેલેરિયાની દવા હાઈડ્રોકસીકલોરોકવીનનો કોરોનાના દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવા પર રોક લગાવી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને અન્યો નોવેલ કોરોના વાયરસથી થતી બીમારીની સંભવિત સારવાર તરીકે હાઈડ્રોકસીકલોરોકવીનના ગુણગાન ગાઈ રહ્યા છે. ટ્રમ્પ ત્યાં સુધી કહી ચૂકયા છે કે તે સાવચેતીરૂપે દવા લઈ રહ્યા છે.

              WHOના એકઝીકયુટીવ ડિરેકટર ટ્રેડ્રોલે જણાવ્યું હતું કે, સોલીડારિટી ટ્રાયલમાં હાઈડ્રોકસીકલોરોકવીનના ઉપયોગ પર એકઝીકયુટીવ જૂથે હંગામી રોક લગાવી છે.

(6:52 pm IST)