Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

કોરોના મહામારીના કારણોસર શાળાઓ બંધ રહેતા બાળકોને ઓનલાઇન શિક્ષણ લેવું ખતરો બની ગયું:ઓનલાઇન ભણતરની આડ અસર જોવા મળી 30 દેશોમાં

નવી દિલ્હી: કોરોના મહામારીનાં સંકટનાં કારણે સ્કુલો બંધ છે અને બાળકો ઘેર રહીને ઓનલાઈન ભણે છે પણ ઓનલાઈન ભણતર બાળકો માટે ખતરો બની ગયુ છે. ઓનલાઈન ભણતરની આડ અસર જોવા મળી છે કે 30 દેશોમાં 60 ટકા બાળકો સાઈબર હેરાનગતિ, ગેમીંડ ડીઓર્ડર, ઓનલાઈન અશ્ર્લીલ વ્યવહાર, બોગસ ખબરો સહીત અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને આવા બાળકોની સંખ્યા લગભગ અધધધ એક અબજની આંકવામાં આવી છે.

            વર્લ્ડ ઈકોનોમીક ફોરમની પ્રશિક્ષિત સ્ટેસ્ટિશીયન યુહયોન પાર્કે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં અમે ચાઈલ્ડ ઓનલાઈન સેફટી ઈન્ડેકસ પ્રકાશીત કર્યો હતો. ફોરમે હેઝ ડીકયુએવરી ચાઈલ્ડ અભિયાનની શરૂઆત કરી છે. જે ટેકનિકનો સુરક્ષીત રીતે ઉપયોગ કરવા માટે બાળકોને સક્ષમ બનાવે છેપાર્કે જણાવ્યું હતું કે વૈશ્વીક સ્તર પર ઈન્ટરનેટ સુરક્ષા મોટો મુદ્દો છે.પરંતુ સીઓએસઆઈ બાળકોને અશ્ર્લીલ અને હિંસક સામગ્રી પ્રાપ્ત થઈ હતી. 13 ટકા બાળકો ઓનલાઈન ગેમ રમવાની લતનો શિકાર બન્યા હતા 28 ટકા બાળકોને સાઈબર ધમકી અપાઈ હતી.જયારે 7 ટકા બાળકોમાં સોશ્યલ ડિસ ઓર્ડરનાં લક્ષણ દેખાયા હતા.

(6:27 pm IST)