Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

મધ્ય એશિયાના ત્રણ દેશોમાં બ્લેક આઉટના કારણોસર છવાયો અંધારપટ

 

નવી દિલ્હી: મધ્ય એશિયાના ત્રણ દેશમાં બ્લેક આઉટના કારણે અંધારપટ છવાઈ ગયો હતો. કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાનની રાજધાની સહિત ઘણા શહેરોમાં લાખો લોકોને વીજ સમસ્યાનો સામનો કરવો પડ્યો. અધિકારીઓએ જણાવ્યું કે લોક એનર્જી ગ્રીડમાં ટેકનિકલ ખામી આવતા વીજ સપ્લાઈ અટકી ગયો. ઉઝબેકિસ્તાનના ઉર્જા મંત્રાલયે કહ્યું કે કજાકિસ્તાનના પાવર ગ્રીડમાં મોટી દુર્ઘટનાના કારણે અલ્માટી, શ્યામકેંટ, તારાસ, તુર્કેસ્તાન અને આસપાસના શહેરોમાં વીજળી ગુલ થઈ ગઈ. મંત્રાલયે કહ્યું કે યુનિફાઈડ પાવર ગ્રીડ સાથે સંકળાયેલા ઉઝ્બેક પાવર ગ્રીડમાં વોલ્ટેજમાં વધ-ઘટ આવવાથી ખરાબી સર્જાઈ હતી. જેના કારણે 530 લાઈન પર વીજ સપ્લાઈ અટકી ગયો. વીજળી ઠપ થવાથી ઘણા શહેરોમાં પાણી સપ્લાઈ પણ બંધ થઈ ગયો હતો. અલ્માટી એરપોર્ટ સામાન્ય રીતે કામ કરી રહ્યું હતુ. પરંતુ તાશકંદ એરપોર્ટે વીજળીની તંગીના કારણે વિમાન અને મેટ્રો સેવા બંધ કરી દીધી હતી. કઝાકિસ્તાન, ઉજ્બેકિસ્તાન, કિર્ગિજસ્તાનમાં 25 જાન્યુઆરીએ અચાનક બ્લેકઆઉટ જોવા મળ્યા. મધ્ય એશિયાના 2 સૌથી મોટા શહેર તાશકંદ, અલ્માતી અને બિશ્કેક એક સાથે અંધારામાં ડૂબી ગયા જેનાથી 50 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કિર્ગિસ્તાનની સાથે ઓશ અને જલાલાબાદના દક્ષિણી શહેર અને તાશકંદથી સમરકંદ, બુખારા, કોકંદ અને નુક્સ સુધી તમામ જગ્યાઓ પ્રભાવિત થઈ છે.

(7:22 pm IST)