Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

થાઈલેન્ડમાં નશાખોર વ્યક્તિએ શીખ યુવાનનું ગળું દાબી હત્યા કરી

થાઈલેન્ડની એક ફાઇવ સ્ટાર હોટલમાં નશામાં ચૂર બનેલા નોર્વેના એક નાગરિકે ૩૪ વર્ષના બ્રિટિશ શીખ અમિત પાલ સિંહ બજાજનું ગળું દબાવી હત્યા કરી નાખી છે.

બજાજ પોતાની પત્ની અને પુત્ર સાથે રજાઓ ગાળવા થાઇલેન્ડ ગયા હતા અને ત્યાં ફુકેટ ઉપર ફાઈવ સ્ટાર હોટલ સેન્ટર ગ્રેન્ડ હોટલમાં રોકાયા હતા.

 બુધવારે અમિત પાલ સિંહ બજાજે આ નોર્વેના નાગરિક ને કહ્યું હતું કે તે અવાજ ઓછો કરે, કારણ કે તેની પત્ની અને બે વર્ષનાં બાળકને અવાજને લીધે ઊંઘ આવતી નથી.

 બજાજ પરિવારના કહેવા મુજબ નોર્વેનો આ નાગરીક બાલ્કનીમાંથી રૂમમાં ઘૂસી ગયેલ અને બજાજ ને મારવા લાગેલ, એ પછી તેણે બજાજ નું ગળું દબાવી દીધેલ.

 બજાજની પત્ની વંદના કહ્યું કે તેના પતિએ અમારા બંનેનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો.

 પોલીસ તરત પહોંચી ગઈ હતી પરંતુ બજાજને હોસ્પિટલે લઈ જવાયો ત્યારે ડોક્ટરે મૃત્યુ પામેલ જાહેર કરી દીધેલ. નોર્વેના આ નાગરિક ને પકડી લેવામાં આવેલ છે.

(4:20 pm IST)