Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ચીનમાં હોટલમાં આગ ભભુકતા 18 લોકો ભડથું :ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા :તપાસના આદેશ

પૂર્વોત્તર ચીનના હેઈલોંગજિયાંગ વિસ્તારની એક હોટલમાં આગ ભભુકતા  લગભગ 18 લોકોના મોત નિપજ્યા છે. ન્યૂઝ એજન્સી ભાષાએ ગ્લોબલ ટાઈમ્સના સમાચાર અનુસાર જણાવ્યું છે કે, શહેરના સોંગબોઈ જીલ્લામાં હોટ સ્પ્રિંગ હોટલમાં આગી લાગી છે.આગ લાગ્યા બાદ તૂરંત બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. આગ લાગવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ રીતે બહાર આવ્યું નથી.

   સરકારી એજન્સિ શિન્હુઆના રિપોર્ટ અનુસાર, સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે આગ લાગવાની ઘટનામાં 18 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

   રિપોર્ટમાં કહેવામાં આવ્યું ચે કે, આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ દળ નિમવામાં આવશે. હાલમાં શંકાસ્પદ પોલીસ કર્મચારીની અટકાયત કરવામાં આવી છે.

(7:27 pm IST)