Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

૧૯૦ દેશોના ર૩૦ કરોડ બીયારણોનું સંકલન કરી રહ્યું છે ઓસ્ટ્રેલીયા

વૃક્ષોની દુર્લભ પ્રજાતિઓને સાચવવા માટેની મથામણ

ઓસ્ટ્રેલીયા, તા. રપ :  ઓસ્ટ્રેલીયાના જંગલોમાં લાગેલી આગ પછી ઓસ્ટ્રેલીયાના લાકડા ઉદ્યોગોએ પોતાના શેરોનું ટ્રેડીંગ સસ્પેન્ડ કરી દીધું હતું કેમકે આગથી બળી જવાના કારણે ૯૦ ટકા વૃક્ષો કોઇ કામમાં આવે તેવા નથી રહ્યા. આ પરિસ્થિતિકીય આપતિમાં છોડ-ઝાડમાં ડાયનાસોર યુગના વોલેમી પાઇન્સ વૃક્ષોની સંરક્ષિત પ્રજાતિઓ પણ સામેલ છે જે પ્રાગૈતિહાસીક મહત્વ ધરાવે છે.  ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લાગેલી જંગલની આગે ઓસ્ટ્રેલીયામાં યુનાના જેવડા મોટા જંગલ વિસ્તારને બાળીને રાખ કરી દીધો છે. આગના કારણે દુર્લભ પ્રજાતિની વનસ્પતિઓને પણ નુકશાન થયું છે. હવે લંડનના રોયલ બોટનીકલ ગાર્ડનના વૈજ્ઞાનિક ઓસ્ટ્રેલીયન વૈજ્ઞાનિકોને આપતિજનક પરિસ્થિતિઓ માટે બીયારણના સંગ્રહમાં મદદ કરી રહ્યા છે. મિલેનીયમ સીડ બેંકમાં બીયારણના સેમ્પલો સંગ્રહ કરાઇ રહ્યા છે.

બ્રિટન અને ઓસ્ટ્રેલીયાના બીજ વૈજ્ઞાકિોના આ સહિયરા અભિયાનનો ઉદ્દેશ આગ પછી બચી ગયેલા અને નષ્ટ થયેલા દુર્લભ પ્રજાતિના છોડ-ઝાડને ભાવિ જરૂરીયાતોના હિસાબે તૈયાર કરવાનો છે. આ એક પ્રકારે છોડ અને ઝાડ માટે બીયારણનો રૂપમાં વીમો છે.

હાલમાં જ આ બેંકમાં દુનિયાના ૧૯૦ દેશોમાં મળી આવતી વિભાજન પ્રજાતિઓના છોડ, ઝાડ અને વનસ્પતિના ર-૩ બીલીયન (ર૩૦ કરોડ) થી વધારે બિયારણોને માઇનસ વીસ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં એર ટાઇટ કાચના કન્ટેનરોમાં સંગ્રહિત કરીને ફ્રીઝરમાં રખાયા છે. મિલેનીયમ સીડ બેંકમાં એક મોટું જમીનમાં રાખેલું ફ્રીઝર છે જયાં પહેલા થી જ ૪૧ હજાર થી વધારે અલગ અલગ પ્રજાતિઓના બીજસંગ્રહ કરીને સુરક્ષિત રખાયા છે.

(3:41 pm IST)