Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ભૂતાનના પીએમની અપીલઃ રખડતા શ્વાનોને દત્તક લઇને રાજાને આપો જન્મદિવસની અનોખી ભેટ

નવી દિલ્હી,તા.૨૫: ભૂતાનના લોકો આજે તેમના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકનો જન્મદિવસ મનાવી રહ્યા છે ત્યારે ભૂતાનના વડા પ્રધાને રાજાને તેમના જન્મદિવસે ભેટ આપવા માટે એક ઉમદા વિચાર આવ્યો છે. ભૂતાનના વડા પ્રધાન ડોકટર લોટે શેરિંગે તેમના રાજાના ૪૦મા જન્મદિવસે દેશના લોકોને સ્ટ્રે ડોગ્સ (શેરીમાં ભટકતા શ્વાનો) દત્ત્।ક લેવા તેમ જ વૃક્ષો રોપવા કહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ પગલાથી દેશમાં તેજીથી વધી રહેલા રખડતા શ્વાનોની વસ્તી સાથે માનવીય રીતે વ્યવહાર કરવામાં મદદ મળશે.

ભૂતાનના એક વર્તમાનપત્રમાં જણાવાયું હતું કે દેશમાં અમર્યાદ રીતે વધી રહેલી ડોગીની વસ્તીને કારણે શ્વાન કરડવાના કેસિસ સહિત અનેક સમસ્યાઓ ઉદ્બવતી હતી. ગયા મહિને જ દેશના અધિકારીઓએ ડોગીની વસ્તીને કાબૂમાં લાવવાના કાર્યમાં દેશના નાગરિકોને સામેલ કરવાનો ઉપાય સૂચવ્યો હતો. રખડતા ડોગીને દત્ત્।ક લેનારા નાગરિકોનું  કરવામાં આવશે અને તેમને ડોગીનો માલિકીહક આપવામાં આવશે એમ પણ જણાવાયું હતું.

(3:40 pm IST)