Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

નીડલ ફિશ ગળામાં આરપાર જતી રહી, માછલી સાથે કિશોર હોસ્પિટલ પહોંચ્યો

જાકાર્તા તા. ૨૫ : ઇન્ડોનેશિયાના દક્ષિણ પૂર્વના સુલાવેસી રાજયના બુટોન ગામનો ઇદુલ નામનો કિશોર સ્કૂલ પછી મિત્ર સાથે ફિશિંગ કરવા ગયો હતો. મિત્રની બોટ પર કિનારાથી અડધો કિલોમીટર જેટલા અંદર દરિયામાં ગયા બાદ અચાનક ૭૫ સેન્ટિમીટર લાંબી એક નીડલ ફિશે તેની ગરદન પર હુમલો કર્યો હતો. નીડલ ફિશનો હુમલો એટલો ખતરનાક હતો કે તેનું જડબું ઇદુલની ગરદનની આરપાર નીકળી ગયું.ઙ્ગ

જોકે આટલા ભયાનક હુમલા પછી પણ હિંમત ન હારતાં ઇદુલે નીડલ ફિશને પોતાના હાથમાં પકડી લીધી. ઇદુલનો મિત્ર બોટને કિનારા પર લઈ આવ્યો અને બન્ને જણ નજીકના ગામની હોસ્પિટલમાં ગયા. જોકે સર્જરીનાં પર્યાપ્ત સાધનો ન હોવાથી તેમને બીજી હોસ્પિટલમાં જવાનું જણાવાયું હતું, જયાં પહોંચતાં લગભગ ૯૦ મિનિટ લાગી હતી.

ડોકટરોએ સૌથી પહેલાં નીડલ ફિશના જડબાન ધડથી અલગ કર્યું અને પછી સર્જરી કરી. હવે ઇદુલની તબિયત સારી છે અને તે ઝડપથી રિકવર કરી રહ્યો છે.

(12:08 pm IST)
  • પ્રજા ઉપર ટેક્સનું વધુ પડતું ભારણ સામાજિક અન્યાય સમાન : ટેક્સ ચોરીને અપરાધ ગણવાની સાથે ટેક્સનો ભાર વધવો ન જોઈએ : ચીફ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે access_time 7:45 pm IST

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકીટ હવે ઘરે બેઠા મોબાઈલ એપથી બુક કરાવી શકાશે : હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકીટ મોબાઈલ એપ પરથી પણ ઘર બેઠા મેડવી શકાશેઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓફિશિયલ નામથી એપ લોન્ચ કરાઇ : સ્માર્ટફોનમાં પ્લેસ્ટોર પરથી ૨૩.૩૮ એમબીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે : પ્રવાસીઓ આ એપ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ તમામ પ્રવાસન સ્થળો ની ટીકીટ લઇ શકશે : ટીકીટની પ્રિન્ટ કઢાવવાની જરૂરત નહીં રહે : સ્ટેચ્યુ પ્રશાસને થોડા દિવસ પહેલા ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૬૬૦૦ પ્રવાસીઓ માટે જારી કર્યો હતો જે સવારે ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી કાર્યરત રહેશે : આ નંબર પર ફોન કરવાથી સ્ટેચ્યુ અને આજુબાજુના અન્ય અકર્ષણોની પૂરેપૂરી માહિતી પ્રવાસીઓ મેળવી શકશે : પ્રવાસીઓને કોઈ પણ તકલીફ વગર ૮મી અજયબી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા મળે access_time 5:50 pm IST

  • બજેટ પહેલા મોદી સરકારને વધુ એક ફટકો : ખાધ વધીને ૩.૮ ટકા થઇ શકે છેઃ બેંક ઓફ અમેરિકાનો રિપોર્ટઃ સરકારનું અનુમાન ૩.૩ ટકાનું હતું. અનુમાનથી ૦.પ ટકા વધશેઃ કમાણી કરતાં ખર્ચ વધુ ચિંતાજનક access_time 11:34 am IST