દેશ-વિદેશ
News of Saturday, 25th January 2020

નીડલ ફિશ ગળામાં આરપાર જતી રહી, માછલી સાથે કિશોર હોસ્પિટલ પહોંચ્યો

જાકાર્તા તા. ૨૫ : ઇન્ડોનેશિયાના દક્ષિણ પૂર્વના સુલાવેસી રાજયના બુટોન ગામનો ઇદુલ નામનો કિશોર સ્કૂલ પછી મિત્ર સાથે ફિશિંગ કરવા ગયો હતો. મિત્રની બોટ પર કિનારાથી અડધો કિલોમીટર જેટલા અંદર દરિયામાં ગયા બાદ અચાનક ૭૫ સેન્ટિમીટર લાંબી એક નીડલ ફિશે તેની ગરદન પર હુમલો કર્યો હતો. નીડલ ફિશનો હુમલો એટલો ખતરનાક હતો કે તેનું જડબું ઇદુલની ગરદનની આરપાર નીકળી ગયું.ઙ્ગ

જોકે આટલા ભયાનક હુમલા પછી પણ હિંમત ન હારતાં ઇદુલે નીડલ ફિશને પોતાના હાથમાં પકડી લીધી. ઇદુલનો મિત્ર બોટને કિનારા પર લઈ આવ્યો અને બન્ને જણ નજીકના ગામની હોસ્પિટલમાં ગયા. જોકે સર્જરીનાં પર્યાપ્ત સાધનો ન હોવાથી તેમને બીજી હોસ્પિટલમાં જવાનું જણાવાયું હતું, જયાં પહોંચતાં લગભગ ૯૦ મિનિટ લાગી હતી.

ડોકટરોએ સૌથી પહેલાં નીડલ ફિશના જડબાન ધડથી અલગ કર્યું અને પછી સર્જરી કરી. હવે ઇદુલની તબિયત સારી છે અને તે ઝડપથી રિકવર કરી રહ્યો છે.

(12:08 pm IST)