Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

માઉથવોશનો વધારે વપરાશ કરવાથી ડાયાબિટીઝનું જોખમ વધે છે

ન્યુયોર્ક તા.૨૪: અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધનકારોના અભ્યાસ મુજબ નિયમિત રીતે માઉથવોશનો વપરાશ કરવાના લોકો પર ડાયાબિટીઝનું જોખમ તોળાતું હોય છે. મોઢાની દુર્ગધ મટાડવા માટે માઉથવોશ વડે કોગળા કરવાથી અંદરના બેકટેરિયાની સાથે કેટલાક અન્ય સૂક્ષ્ય જીવો સ્થૂળતા અને ડાયાબિટીઝ સામે રક્ષણ આપનારા હોવાથી એવી વ્યાધિઓનાં જોખમો વધે છે.

સર્વેક્ષણમાં આવરી લેવામાં આવેલા દિવસમાં બે વખત માઉથવોશ વાપરનારા લોકોમાંથી પંચાવન ટકા લોકોને ત્રણ વર્ષમાં ડાયાબિટીઝ થવાનું કે બ્લડ-શુગરના લેવલમાં ખતરનાક વૃદ્ધિનું જોખમ રહે છે. ૪૦ થી ૬૫ વર્ષ સુધીની ઉંમરના વધારે વજન ધરાવતા તથા અતિ સ્થૂળ ૧૨૦૬ લોકોના સર્વેક્ષણમાં એ લોકોને ડાયાબિટીઝ થવાનું જોખમ જણાવ્યું હતું. અભ્યાસના સમયગાળામાં ૧૭ ટકા લોકોને ડાયાબિટીઝ લાગુ થઇ ચૂકયો હતો અથવા તેઓ ડાયાબિટીઝની આગોતરી સ્થિતિમાં હતા. જોકે દિવસમાં એક વખત માઉથવોશ વાપરતા લોકોમાં વીસ ટકા લોકોને અને સવાર-સાંજ બે વખત માઉથવોશ વાપરતા લોકોમાં ૩૦ ટકાને ડાયાબિટીઝનું જોખમ નોંધાયુ હતું.શરીરની સ્થિતિ-મેટાબોલિઝમ જાળવવા, એનર્જીના બેલેન્સિંગમાં તથા બ્લડ-શુગરનું લેવલ જાળવવાની બાબતમાં નાઇટ્રિક ઓકસાઇડની મહત્વની ભૂમિકા હોય છે. શરીરમાં નાઇટ્રિક ઓકસાઇડ પેદા કરતા સૂક્ષ્મ જીવાણુઓને માઉથવોશ ખતમ કરતું હોવાથી ડાયાબિટીઝનું જોખમ વધતું હોવાનું સંશોધનમાં નોંધવામાં આવ્યું હતું.

 

(11:45 am IST)