Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દીધો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગેલા પ્રતિબંધને 30 એપ્રિલ સુધી અસરકારક રીતે લંબાવી દીધો છે. વૈશ્વિક કોરોના મહામારીને લીધે 23 માર્ચ 2020થી જ ભારતમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો પર રોક લગાવી દેવામાં આવી હતી. જે 31 માર્ચ 2021 સુધી હતી, પરંતુ વર્તમાન સમયમાં દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતાં આ પ્રતિબંધ વધુ એક મહિના માટે લંબાવી દેવાયો હતો.

            જોકે આ પ્રતિબંધ કાર્ગો- પ્લેન અને ડીજીસીએ ની મંજૂરીથી ચલાવવામાં આવતી ઉડાનો પર લાગૂ નહી થાય. આ પહેલા પણ વંદે ભારત મિશન હેઠળ મે મહિનાથી અને જૂલાઇથી નક્કી કરેલા દેશો સાથે દ્રિપક્ષીય એર બબલ સેવા હેઠળ કેટલીક આંતરરાષ્ટ્રીય ઉડાનોનું સંચાલન થઇ રહ્યુ હતું.

(5:35 pm IST)