Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં પૂરની વચ્ચે પણ એક યુગલનો કિસ્સો ચર્ચાનું કારણ બન્યું:પૂરના પાણી વચ્ચે થયું વેડિંગ ફોટોશૂટ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા રાજ્ય ન્યૂ સાઉથ વેલ્સમાં છેલ્લા કેટલાક દિવસથી પૂરના પાણીએ તબાહી મચાવી છે.અત્યાર સુધીમાં 18000 લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે. જોકે આ ભીષણ કુદરતી આપદા વચ્ચે એક યુગલનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે.કારણકે આ યુગલે પૂરના પાણી વચ્ચે જ વેડિંગ ફોટોશૂટ કરાવ્યુ હતુ.જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મળતી વિગતો પ્રમાણે કેટ ફોધરિંગમ અને વાયને બેલના લગ્ન થવાના હતા.તેઓ લગ્ન કરવા માટે ચર્ચ જઈ રહ્યા હતા અને પૂરના પાણી ફરી વળ્યા હતા.રસ્તા પર પાણી આવી જતા આ કપલ ફસાઈ ગયુ હતુ.જોકે એ પછી તેમણે આવી સ્થિતિમાં એક ફોટોશૂટ કરાવ્યુ હતુ અને જે ફોટો કેટ ફોધરિંગમે શોશિલય મીડિયા પર શેર કર્યો છે. તેનુ કહેવુ હતુ કે, મને લાગ્યુ હતુ કે, લગ્ન માટે વેન્યૂ પર નહીં પહોંચી શકાય એટલે મેં રસ્તામાં જ મારા પતિ સાથે ફોટો શૂટ કરાવ્યુ હતુ.જોકે એ પછી હું ચર્ચા પર પહોંચી શકી હતી અને મેં લગ્ન કરી લીધા છે.

(5:33 pm IST)