Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

શું કહે છે નવો રિસર્ચ

ઓછા કલાક કામ કરશો તો ખુશ રહેશો

કેમ્બ્રિજ,તા.૨૪:  રાતોરાત પૈસાદાર થવાની લાલચમાં માણસ દિવસ-રાત કામ કરતો હોય છે. ધનવાન થવા કામ કરવું એ કોઈ ખરાબ બાબત નથી પરંતુ તન-મનને આરામ આપ્યા વિના કામથી માણસ જિંદગીનો આનંદ નથી માણી શકતો અને છેવટે બિમારીમાં અંત આવે છે કે પાછલી જીંદગી બિમારીમાં પસાર થાય છે.કામના કલાકો ઓછા રહેવાથી ખુશ રહેવામાં મદદ મળે છે. આવો જ કંઈક ખુલાસો કેમ્બ્રિજ યુનિવર્સીટીનાં એક સંશોધનમાં થયો છે. લોકો કામમાં એટલા તો ડુબેલા રહે છે કે સમય કેમ પસાર થઈ જાય છે. તેની ખબર જ નથી પડતી.

આખરે સવાલ પણ કેરીયરનો હોય છે. ઓછા કલાક કામ કરનારને કમજોર કે કામચોર માનવામાં આવે છે. પરંતુ કેમ્બ્રિઝ વિશ્વ વિદ્યાલયનાં તાજેતરનાં અધ્યયનનું માનીએ તો કામનાં કલાકોમાં કપાતથી ખુશીમાં વધારો થાય છે. આટલુ જ નહિં ઓછા કલાક કામ કરવામાં સંતોષનું રહસ્ય છુપાયેલુ છે. વિશેષજ્ઞોએ જાણ્યું કે, જે લોકોની નોકરી ચાલી ગઈ છે તેમનામાં માનસીક સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદો જોવા મળી હતી. પરંતુ ૫૦૦૦ લોકોમાં થયેલા સર્વેમાં પાર્ટ ટાઈમ નોકરી કરનાર કર્મચારી સૌથી વધુ ખુશ જોવા મળ્યા કે જેઓ સપ્તાહમાં એક કે બે દિવસ કામ કરતા હતા.

અગાઉના અધ્યયનમાં જાણવા મળ્યુ હતું કે એકવાર લોકો સપ્તાહમાં કામ કરવામાં એક દિવસનો કાપ મુકી દે છે તો માનસિક સ્વાસ્થ્ય અને ખુશી બગડવા લાગે છે.વૈજ્ઞાનિકોએ જાણ્યું કે ખુશી માટે સપ્તાહમાં એક દિવસ કામ કરવુ પણ પર્યાપ્ત છે. સંશોધકોએ જણાવ્યું કે અમે લોકોને કામ કરવાની એવી પદ્ઘતિનાં બારામાં જણાવ્યું હતું કે જે માનસીક સ્વાસ્થ્યને બહેતર કરી શકે છે.જયારે બ્રિટનની હેલને બિઝનેસ સ્કુલમાં થયેલા એક અધ્યયનમાં કહેવામાં આવ્યુ હતું કે ચાર દિવસનું કાર્ય સપ્તાહ હોય તો કર્મચારીઓને દર સપ્તાહે ૫૬૦ મીનીટ ઓછુ ડ્રાઈવીંગ કરવુ પડશે. આવા અનેક અભ્યાસો થયા છે.જેમાં નાના કાર્ય સપ્તાહને માહોલ માટે બહેતર માનવામાં આવ્યા છે.

પ્રોફેસર બર્કલેએ જણાવ્યું હતું કે જે લોકોએ સપ્તાહમાં ત્રણ દિવસ કામ કરવાનું શરૂ કરેલુ તેમનામાં અનેક ફાયદા જોવા મળેલા. મહિલાઓ ખાવાનું બનાવવા સાફ સફાઈ બાળકોની સંભાળ સહીત અન્ય દ્યરેલુ કામમાં દ્યણી હદ સુધી મુકત થઈ હતી. જયારે પુરૂષોને દ્યરના કામોમાં મદદ કરવા માટે વધુ સમય મળ્યો.

(10:18 am IST)