Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

લીબિયામાં કાર બોંબ વિસ્ફોટમાં 33ના મોત

નવી દિલ્હી: લીબિયાના બેનગાજી શહેરમાં આજે થયેલ એક કાર બોંબ વિસ્ફોટમાં 33 લોકો મોતને ભેટ્યા છે જયારે 50 લોકો ઘાયલ થયા છે.લીબિયામાં આ બીજો સૌથી મોટો હુમલો થયો છે જેમાં 15 મિનિટ સુધી અફડાતફડી મચી ગઈ હતી અને 33 લોકોના મોત નિપજ્યા તેમજ 50થી વધારે લોકોને ઇજા પહોંચી છે.આ હુમલાની જવાબદારી હજુસુધી કોઈપણ સંગઠને લીધી નથી.

(6:52 pm IST)