Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

વીસ વર્ષનો યુવક ૧૭ વર્ષથી મેક્રોની અને ચીઝ ખાઇને જ જીવે છે

ન્યુયોર્ક,તા.૨૩: અમેરિકાના ફ્લોરિડાની કેસ્ટન હાઈટ્સમાં રહેતો ઓસ્ટિન ડેવિસ નામનો યુવક દાવો કરે છે કે તેણે સમજણો થયો ત્યારથી માત્ર અને માત્ર મેકોની અને ચીઝ જ ખાધાં છે. દુનિયામાં કેટલાક લોકો અમુક જ ભાવતી ચીજ જ ખાતા હોય છે. તેઓ કાં તો કોઈ સમસ્યાને કારણે બીજી કોઈ ચીજ નથી ખાતાં કાં પછી મનમરજીને કારણે બીજું કંઈ જ નથી ખાતા. ઓસ્ટિન ડેવિસ પણ એમાંનો જ એક છે. બહુ નાનો હતો ત્યારથી મેક્રોની અને ચીઝનું કોમ્બિનેશન તેને એટલું કોઠે પડી ગયું છે કે હવે તે બીજી કોઈ વાનગી ખાય પણ ખરો તોય શરીર એને સ્વીકારતું નથી. ડોકટરનું કહેવું છે કે હકીકતમાં તેના શરીરમાં કે પાચનવ્યવસ્થામાં કોઈ તકલીફ નથી, પરંતુ સાઇકોલોજિકલ કારણોસર તેનું બોડી અવળું રીએકટ કરે છે. તેને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરની સમસ્યા પણ છે કેમ કે બહુ નાની ઉંમરે તેના પિતાએ તેને દ્યરમાંથી બહાર કાઢી મૂકયો હતો. એ પછી તેની ખાવાની આદતોમાં બહુ બદલાવ આવી ગયો છે. ઓસ્ટિનનું કહેવું છે કે હળવા પીળા રંગની ન હોય એવી કોઈ પણ ચીજ તે મોંમાં નાખી જ નથી શકતો. એવું નથી કે તે આ બે ચીજોનો આદી થઈ ગયો છે. ઇન ફેકટ હવે તે પોતે પણ એકની એક ચીજ ખાઈને કંટાળ્યો છે અને છતાં તે ખાય તો બોડી એને સહન નથી કરતું.

(3:25 pm IST)