Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

પોલેંડ: વીજળી પડવાની ઘટનાથી 4ના કમકમાટી ભર્યા મોત: 100ને ગંભીર ઇજા

નવી દિલ્હી: દક્ષિણી પોલેંડના ટ્રેટા પહાડી વિસ્તારમાં વાવાઝોડા દરમ્યાન એક આકાશી વીજળી પડતા બે બાળકો સહીત ચાર લોકો મોતને ભેટ્યા છે તેમજ 100થી વધુ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. બચાવ દળના સભ્યોએ આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

    એક સ્થાનિક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગુરુવારના બપોરના સમયે સ્લોવોક વિસ્તારમાં વીજળી પડવાની ઘટનામાં બે બાળકો સહીત ચાર લોકો મોતને ભેટ્યા છે. બચાવ દળ અને આપાતકાલીન સેવાના લોકો ત્યાંથી લોકોને  નજીકની સુરક્ષિત જગ્યામાં સ્થળાંતર કરાવતા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:57 pm IST)