Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

સાંપ દેખાતા મહિલા કાર છોડી ભાગી : પોલીસને બોલાવાઈ

અમેરિકાના પોલીસ ડિપાર્ટમેન્ટે પોસ્ટ શેર કરી : પોલીસના અનેક પ્રયાસ છતાંય સાંપ કારમાંથી બહાર ન નિકળ્યો : અંત થોડા સમય બાદ જાતે બહાર નિકળી ગયો

વોશિંગ્ટન, તા. ૨૩ :  શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે કાર ચલાવતા હો અને અચાનક તમને કારની અંદર એક સાપ દેખાય તો શું થાય. અમેરિકામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મિસૌરી શહેરમાં યુ.એસ. પોલીસને  એક મહિલા જમાવ્યું કે  તે ડરી ગઈ છે તેની કારમાં એક સાપ છે અને મેં કારને હાઇવે પર પાર્ક કરી છે. એટલું જ નહીં, મહિલાએ કહ્યું કે જ્યારે તેણે સાપને જોયો ત્યારે તેણે હાઇવે પર કાર પાર્ક કરી હતી અને ભાગી ગઈ હતી. કારમાંથી ભાગતી મહિલા અંગે યુરેકા પોલીસ ડિપાર્ટમેન્ટે ફેસબુક પર એક પોસ્ટ મૂકીને આ સમગ્ર ઘટના અંગે માહિતી આપી છે.

          જેમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે મહિલા પોતાની કારમાંથી બીજા શહેર તરફ જઈ રહી હતી ત્યારે તેણે કારમાં એક સાપ જોયો હતો અને તે જોઈને તે ચોંકી ગઈ હતી. સાપ ડ્રાઈવર તરફ આગળ વધી રહ્યો હતો અને આ પછી મહિલાએ ડરીને પોલીસને ફોન કર્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેણે જોયું કે સાપ કારની અંદર ખૂબ જ આરામથી ગોઠવાયેલો હતો અને તે કારમાંથી બહાર નીકળવા તૈયાર જ નહતો. કારના માલિકની પરવાનગીથી કારને બીજા સ્થળે ખસેડવામાં આવી હતી, તે દરમિયાન સાપ કારની અંદર બેસી રહ્યો હતો. પોલીસ સાપને બહાર કાઢી શકી નહીં. જે બાદ કાર નિર્જન સ્થળે ઉભી હતી અને પોલીસ રાહ જોતી રહી કે ક્યારે આ સાપ શાંતિથી કારમાંથી બહાર આવે. પોલીસે આ સાપની તસવીર પણ ફેસબુક પોસ્ટમાં શેર કરી છે.

         તસ્વીરમાં, સાપ કારની સાદડીની નીચે સોડાની બોટલ પાસે આરામથી બેઠો છે. લાંબી રાહ જોયા પછી સાપ કારમાંથી બહાર નિકળ્યો. સ્થાનિક નાગરિકે સાપને સલામત સ્થળે પહોંચડવામાં મદદ કરી. જે બાદ મહિલા તેની કાર સાથે તેના પ્રવાસ માટે ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટ સેંકડો લોકોએ ફેસબુક પર શેર કરાઈ છે, અને મોટી સંખ્યામાં લોકોએ તેન પર લાઈક  અને કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું કે જો હું કારની અંદર હોત, તો હું હાઈવે પરથી પસાર થવા દરમિયાન જ સમયને બરબાદ કરી નાખત. જ્યારે બીજા વપરાશકર્તાએ લખ્યું કે જો હું હોત, તો મેં અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કર્યો હોત.

(10:27 pm IST)