Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ઇંડોનેશિયામાં જહાજ ડૂબતા 9 સવાર લાપતા:શોધખોળ હાથ ધરવામાં આવી

નવી દિલ્હી:ઈંડોનેશિયાના નાર્થ સુમાત્રામાં એક જહાજ સમુદ્રમાં ડૂબી જતા 9 લોકો લાપતા થઇ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે. તેમની શોધખોળ  ચાલી રહી છે. સર્ચ અને રેસ્ક્યુ ઓફિસના પ્રમુખ આગુસ વિબિસોનોએ આપેલ  જાણવામાં  આવી રહ્યું છે કે  સોમવારના રોજ  સાઉથ નિયાસ જિલ્લાના તેલુક દાલમથી રવાના થયેલ જહાજ સિમુક દ્વીપની નજીક આગળ જઈ રહ્યું હતું ત્યારે  રસ્તામાં દુર્ઘટના સર્જાઈ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:17 pm IST)