Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ચીને આખરે ઝુકવાનો વારો આવ્યો:પોતાના સૈનિકોને પાછા ખેંચવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી: ચીન સામે નહીં ઝૂકયાના અને જરૂર પડયે લડી લેવાના મકકમ નિર્ણય સામે ચીન આખરે ઝુકી ગયું છે અને તે ચકમક ઝરે તેવા વિસ્તારમાંથી દળો પાછા ખેંચવા સંમત થયું છે. પુર્વીય લદાખમાં વાસ્તવિક અંકુશ રેખા (એસસીએ) પર ચીન તરફના મોલ્ડોમાં ભારત-ચીનના કોટર્સ કમાંડર કલાની ગઈકાલે 11 કલાકની વાતચીત સકારાત્મક, રચનાત્મક અને નિખાલસ રહી હોવાનું ભારતીય લશ્કરની એક યાદીમાં જણાવ્યું હતું.

              ભારતે ચીનના સૈનિકોને એપ્રિલ મહિનાની શરુઆતમાં હતા ત્યાં પાછા જવા જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે માટે ચીન તરફથી ખાતરી માંગી છે. વાતચીતનો હેતુ ફિંગર એરિયા, ગોગરા પોસ્ટ સ્પ્રિંગલ અને ગલવાન ખીણમાં પહેલાની યથાસ્થિતિ ખરાબ કરવાનો હતો.

(6:14 pm IST)