Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

મોં પર ૬૦૦,૦૦૦થી વધુ મધમાખીઓ ચોંટ્યા પછી માણસ શ્વાસ કેવી રીતેલઈ શકતો હશે?

 કોચી,તા.૨૩ : જો એક મધમાખી પણ ભૂલથી હાથ કે મોં પર કરડી જાય તો બે દિવસ સુધી દડા જેવા હાથ-મોં થઈ જાય, પણ મધમાખી ઉછેર કરતા લોકો માટે દોધો ભરીને મધમાખીઓ ઉપાડી લેવાનું સરળ છે. કેરલામાં રહેતા ૨૪ વર્ષના નેચર એમએસ ન નામના મધમાખી ઉછેરક યુવકને તેની પાળેલી મધમાખીઓ પર એટલો વિશ્વાસ છે કે તે પોતાનું મોં આખું હંકાઈ જાય એ રીતે મધમાખીઓની ચાદર ઓઢી લે છે.

આ સ્ટન્ટ તેણે કંઈ પહેલી વાર કર્યો હોય એવું નથી. ભાઈસાહેબ સાત વર્ષના હતા ત્યારથી પાળેલી મધમાખીઓને પોતાના શરીર પર ચોંટવા અને ચાદરની જેમ પથરાવા દેવાનું સાહસ કરતા હતા. ઇન્ફેકટ, થોડાક વર્ષો પહેલાં  તેણે મધમાખીઓની ચાદર મોં પર ચાર કલાક, દસ મિનિટ અને પાંચ સેકન્ડ સુધી રાખી મુકવાનો ગિનેસ વલ્ડ રેકોડ પણ બનાવ્યો છે. આ સ્ટન્ટ માટે તે એક રાણી માખીને મોં પર બેસાડે છે અને પછી પંદર મિનિટમાં તો મધમાખીઓનું ઝૂંડ આવીને એવી રીતે ચોટી જાય છે જાણે મોં નહીં મધપૂડો હોય.

(3:07 pm IST)