Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ચાલતી કારની અંદર સાપ દેખાયો, અનેક પ્રયત્નો છતાં ન નીકળ્યો

 ન્યુયોર્ક,તા.૨૩ : અમેરિકાના મિસૌરીમાં એક મહિલા કાર ચલાવી રહી હતી ત્યારે અચાનક તેણે કારમાં સાપ છુપાયેલો જોયો. સ્વાભાવિક છે કે જે દશ્ય જોવા મળ્યું એનાથી છળી ઊઠેલી મહિલા તરત જ કાર રોકીને ડરની મારી બહાર નીકળી ગઈ, ફોન કરીને પોલીસની મદદ માગી. સોશ્યલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો વાઈરલ થઈ રહ્યો છે. એક ક ફેસબુક- પોસ્ટમાં યુરેકા પોલીસ વિભાગે લખ્યું હતું કે સાપ ડ્રાઇવિંગ ડિપાર્ટમેન્ટમાં એટલા આરામથી બેઠો હતો કે એને બહાર કાઢવો મુશ્કેલ બની રહ્યું હતું. કારના માલિકની પરવાનગીથી પોલીસ કારને એક એકાંત સ્થળે લઈ ગઈ અને પછી સાપ પોતાની મેળે કારમાંથી બહાર નીકળે એની રાહ જોઈ.

(3:06 pm IST)