Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

આ ભીંતચિત્ર ૨.૫ લીટર માનવલોહીથી ચિત્તરાયેલું છે

કોલંબિયાના જુલિયન કેસ્ટિલો નામના ૨૬ વર્ષના ચિત્રકારે જરાક અળવીતરો પ્રયોગ કર્યો છે. અલબત, એની પાછળનો આશય સામાજીક જાગૃતિનો હોવાથી લોકોએ તેના કામની પ્રસંશા પણ કરી છે. રોલ્ડેનિલો શહેરમાં જુલિયનભાઇએ એક બિલ્ડિંગની ઊંચી દીવાલ પર એક પંખીનું લગભગ દસ ફૂટ જેટલું ઉંચું ભીંતચિત્ર દોર્યુ છે. એ માટે તેણે ૨.૫ લીટર માનવ લોહી વાપર્યુ છે. થોડાક સમય પહેલાં કોલંબિયામાં વિદ્યાર્થીઓએ કરેલ સ્ટ્રાઇક પર સરકારે દમનભરી નીતી અપનાવેલી એનો વિરોધ કરવા માટે તેણે લોહીયાળ પંખીની રચના ભીંત પર દોરી હતી અને એ માટે કેટલાક લોકોને રકતદાન કરવા કહ્યું  હતું. ૧૨ ડોનર્સે લોહી આપ્યું હતું, અને જુલિયાને બે મહિના લગાતાર મહેનત કરીને આ ભીંતચિત્ર તૈયાર કર્યુ હતું.

(11:51 am IST)