Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ફિલીપાઈન્સના ભૂકંપે ૫ જીવ લીધા : અનેક ઘાયલ

મનીલા : ફિલાપાઇન્સમાં ૬.૩નો પ્રચંડ ભૂકંપ ત્રાટકતાં બહુમાળી ઇમારત તાશના પત્ત્।ાની જેમ જમીનદોસ્ત થઇ જતાં પાંચ જણા માર્યા ગયા હતા અને કેટલાક અન્યો દ્યાયલ થયા હતા, એમ ઇમર્જન્સી વિભાગે કહ્યું હતું.ઓફિસના કર્મચારીઓ બહાર નીકળતી વખતે એકબીજા પર પડી રહ્યા હતા. તેમને જો કે સામાન્ય ઇજા થઇ હતી.

ઉલ્લેખનીય છે કે ફિલાપાઇન્સ રિંગ ઓફ ફાયર પર બેઠું છે જયાં સીસ્મીક ગતીવિધીઓ અત્યંત તેજ હોય છે.છેક જાપાનથી દક્ષિણપૂર્વ એશિયા સુધીનો પટ્ટો ભૂંકપગ્રસ્ત મનાય છે. ભૂકંપના કારણે આખા શહેરમાં અંધારપટ છવાઇ ગયું હતું.

(5:56 pm IST)