Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

આ બહેનનો થાપાનો જોઇન્ટ દર કલાકે ખસી જતો હોવાથી તેણે હિપ જોઇન્ટ રિપ્લેેસ કરાવી લીધો

લંડન તા ૨૩ : ૨૫-૩૦ વર્ષની વયે કોઇને થાપાનો જોઇન્ટ બદલાવવો પડે એવું ભાગ્યેજ બને. કાં તો બહુ મોટો એકસિડન્ટ થયો હોય, કાં પછી હાડકાનો કોઇ રોગ લાગુ પડયો હોય ત્યારે આવું થાય. ઇગ્લેન્ડના લેડ્સ શહેરની એમા ડોનાગ્યુ નામની ૨૯ વર્ષની યુવતી જન્મી ત્યારેથી જ તેને થાપાના સાંધામાં તકલીફ હતી. જન્મજાત બીમારીને કારણે થાપાનો જે બોલ  હોયએ  અવારનવાર ખસી જતો અને એને કારણે થાપો લોક થઇ જતો. આવું થાય ત્યારે હાડકાનાં નિષ્ણાતે કળથી ફરીથી એ હાડક ુબેસાડવ ું પડતુ ં એમાં મોટી થઇ ત્યાં સુધીમાં આ થાપો ડિસલોક થવાની સમસ્યા વધતી ચાલી. લગભગ  દર કલાકે તેનો થાપો ખસી જતો એને કારણે તે ઘરની બહાર નીકળી શકતી નહીં. અચાનક ચાલતાં-ચાલતાં, બેસવા, ઉઠવા જતાં તેને હાડકુ ખસી જવાની ચિંતા રહેતી. થોડા વર્ષો પહેલાં ઓર્થોપેડિક સજર્યને થાપો ખસી ન જાય એ માટે એક પ્લેટ પણ ખાસ કારગર નહોતી. આખરે તેણે આખેઆખો હિપ-જોઇન્ટ બોલ અને સોકેટ સહિત રિપ્લેસ કરાવવાની સર્જરી કરાવી લીધી. (૩.૪)

 

(3:17 pm IST)