Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

આ મમ્મી તેના પાંચ અને છ વર્ષના પુત્રોને હજી પણ સ્તનપાન કરાવે છે

ઇંગ્લેન્ડના વેસ્ટ યોર્કશરમાં રહેતી શેર્લી વેઇન ૩૯ વર્ષની છે અને માને છે કે સ્કૂલમાં જતાં બાળકોને પણ સ્તનપાન કરાવવું સામાન્ય વાત છે

લંડન, તા.૨૨: શેર્લી વેઇન નામની એક માતા તેના પાંચ અને છ વર્ષના પુત્રોને હજી સ્તનપાન કરાવે છે. તેના બન્ને દીકરાએ સ્કૂલમાં જવાનું શરૂ કરી દીધું હોવા છતાં હજી બન્ને માતાના દૂધનું પાન કરે છે. આ સામે શર્લી એટલું કહે છે કે છોકરાઓને પોતાને મારું દૂધ બંધ કરવાની ઇચ્છા થશે ત્યારે હું બંધ કરીશ.

ઇંગ્લેન્ડના વેસ્ટ યોર્કશરમાં રહેતતી શેર્લી વેઇન ૩૯ વર્ષની છે અને માને છે કે સ્કૂલમાં જતાં બાળકોને પણ સ્તનપાન કરાવવું સામાન્ય વાત છે. આને કારણે બાળકો માતાની નજીક પણ આવે છે.

શર્લી પોતોના અનુભવ વિશે કહે છે કે મેં ત્રણ વર્ષથી બાળકોને સ્તનપાન કરાવવાનું બંધ કરીશ એવું નક્કી કર્યું હતું, પણ બાળકો એ હજી માગતાં હતાં. એટલે મેં પછી નક્કી કર્યું કે તેમની ઇચ્છા હોય ત્યાં સુધી તેમને દૂધ પીવા દેવું યોગ્ય છે. બાયોલોજિકલી પણ આમાં કંઈ ખોટું નથી, પણ સમાજમાં બસ આનો ચીલો નથી પડેલો એટલે બધાને અસામાન્ય લાગે છે.

(4:21 pm IST)