Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

યમનમાં હવાઈ હુમલામાં એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: યમનના ઉતરી પ્રાંત સાદામાં સોમવકારના રોજ સાઉદીના નેતૃત્વવાળા ગઠબંધનના હૌથી વિદ્રોહીઓને મારવાના ઇદેશથી કરવામાં આવેલ એક હવાઈ હુમલામાં એક પરિવારના ચાર લોકોના મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે સ્થાનિક નાગરિકો દ્વારા વાતની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

       સ્થાનિક નાગરિકોએ વધુમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઉત્તરપૂર્વી જિલ્લા કિતાફ જવા દરમ્યાન એક પરિવારના ચાર સભ્યો દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે હુમલામાં માતા-પિતા અને તેના બે બાળકો કાળનો કોળિયો બન્યા છે. હવાઈ હુમલામાં હજુ સુધી કોઈ નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી.

(6:50 pm IST)