Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

યુરોપનો મોસ્ટ વોંન્ટડ આઈએસ આતંકીની સ્પેનમાં ધરપકડ કરવામાં આવી:લોકડાઉનના સમયમાં એપાર્ટમેન્ટમાં છુપાયો હતો

નવી દિલ્હી:સ્પેનની પોલીસે યુરોપના મોસ્ટ વોન્ટેડ આઈએસ આતંકવાદીમાંથી એક અલમેરીયા પ્રાંતના દક્ષિણી શહેરથી તેમની ધરપકડ કરી છે. સીરિયા અને ઇરાકમાં લાંબા સમયથી હિંસક ગતિવિધિઓ થઇ રહી હતી. મિસ્ત્રના નાગરિક બે અન્ય શંકાસ્પદ લોકોની સાથે એપાર્ટમેન્ટમાં છુપાયો હતો   બંનેની ધરપકડ કરવામાં આવી છે.

               સ્પેનના ગૃહ મંત્રાલયે તેમની જાણકારી જાહેર કરતા જણાવ્યું છે કે આતંકી આઈએસ દ્વારા જાહેર કરવામાં આવેલ એક વિડીયો અને ફોટામાં જોવામાં આવી રહ્યું છે  કે યુરોપના ઘણા દેશોની પોલીસ અને ખુફિયા એજન્સી તેમની પાછળ લાગી રહી છે. તેમજ ત્રણે શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(6:13 pm IST)