Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

માણસની અસલી કરોડરજજુ અને મગરની જીભમાંથી આ હેન્ડબેગ બની હોવાના દાવાને કારણે વિવાદ જાગ્યો

લંડન તા. રર :.. ઇન્સ્ટાગ્રામ પર રિચ કિડને નામે એકાઉન્ટ ધરાવતો ઇન્ડોનેશિયનો ફેશન-ડિઝાઇનર આર્નોલ્ડ પુત્રા મગરની જીભ અને યોગ્ય પ્રક્રિયાને અનુસરીને પ્રાપ્ત કરેલી માણસની કરોડરજજુ વડે બનાવેલી હેન્ડબેગને કારણે વિવાદમાં સપડાયો છે.

આર્નોલ્ડે ર૦૧૬ માં આ ફેશન-એકસેસરી સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પ્રદર્શિત કરી હતી, પરંતુ એ વખતમાં એની એ પોસ્ટ પર ખાસ કોઇનું ધ્યાન ગયું નહોતું. પણ થોડા દિવસ પહેલાં એ બાબતે ટિવટર પર લખાયેલી ટિપ્પણી વાઇરલ થઇ હતી. એ  ટિપ્પણી વાંચીને હજારો લોકો ચાર વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર આર્નોલ્ડની ઉકત એકસેસરીઝ વિશેની પોસ્ટ તરફ વળ્યા હતાં. એ પોસ્ટમાં હેન્ડબેગની તસવીરોની નીચે સ્પષ્ટ લખ્યું હતું કે 'મેં બનાવેલી મગરની જીભ અને માણસન ઓસ્ટિયોપોરોસિસ સ્પાઇનની બેગ' લોકોએ સવાલનો વરસાદ વરસાવ્યો. એ બાસ્કેટ જેવી બેગની કિંમત પ૦૦૦ ડોલર (અંદાજે ૩,૬૦ લાખ રૂપિયા) નોંધવામાં આવી છે.   @byarmoldpultra નામના ઇન્સ્ટાગ્રામ  અકાઉન્ટ પર લખવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે હેન્ડબેગ બનાવવામાં ઓસ્ટિયોપોરોસિસની બીમારી ધરાવતા બાળકની કરોડરજજુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકોએ કમેન્ટસમાં નીતિમતાના પ્રશ્નો ઊભા કર્યા છે. કેટલાક લોકોએ એને ફેશનના કન્સેપ્ટની દૃષ્ટિએ ગુનો ગણ્યો છે, કોઇકે બાળકના મોત પ્રત્યે સંવેદનહીનતા, કેટલાકોએ મગરની પ્રજાતિના અપમાન, કેટલાકોએ પર્યાવરણ અને કુદરત પ્રત્યે લાગણીના પ્રશ્નો ઊભા કર્યા છે. કેટલાક લોકોએ એને ફેશન કે કલા ગણવાનો ઇનકાર કરી દીધો છે. ઓસ્ટિયોયોપોરોસિસના નિષ્ણાંત એવા બે ડોકટરોને પૂછતાં તેમણે એ હેન્ડબેગ બનાવવામાં માણસની કરોડરજજુનો વપરાશ થયો હોવા વિશે સંમતિ દર્શાવી હતી, પરંતુ એ બાળકની કરોડરજજુ હશે કે નહીં એ બાબત અસ્પષ્ટ હોવાનું જણાવ્યું હતું.

(3:28 pm IST)