Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

આ કારણોસર તાઇવાનના 67 ટકા લોકોએ કોરોના વેક્સીન લેવા માટે ના કહી દીધી

નવી દિલ્હી: તાઇવાનના 67 ટકા લોકોએ કહ્યું કે જો તેનો દેશ ચીનથી કોરોના વેક્સિન (Corona Vaccine) આયાત કરે છે તો તે લગાવશે નહીં. જ્યારે 24.3 ટકા લોકોએ વેક્સિન લેવા માટે હા પાડી છે. તાઇવાન ટાઇમ્સ પ્રમાણે આ સર્વે ફોકસ સર્વે રિસર્ચ દ્વારા કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન 67 ટકા લોકોએ વેક્સિન ન લેવાની વાત કહી છે તો 27.1 ટકા લોકેએ એકપણ ડોઝ ન લેવા અને 39.9 ટકા લોકોએ કોઈપણ કિંમતે વેક્સિન ન લેવાનું કહ્યું છે.

             સ્ટ્રેટજિક સ્ટડી સોસાયટીના પ્રમુખ અને તામકાંગ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર વાંગ કુ યીએ કહ્યુ કે, તેનું સૌથી મોટુ કારણ ચીને વેક્સિન સાથે જોડાયેલા વૈજ્ઞાનિક આંકડા ઉપલબ્દ કરાવ્યા નથી. સર્વે દરમિયાન 5.5 ટકા લોકો એવા છે, તેણે કહ્યું કે, જો તાઇવાન ચીન પાસે રસી મંગાવે તો તે જરૂર લેશે. જ્યારે લોકોને તે પૂછવામાં આવ્યું કે, તાઇવાન અને ચીન દ્વારા કોઈ ઉદ્દેશ્યપૂર્ણ વાતચીત શરૂ કરવાની આશા છે. તેના પર 77.9 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો તો 13.7 ટકા લોકોએ કહ્યું કે, તેને આશા નથી.

(5:48 pm IST)