Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

દિવાળીના દિવસે લંડનમાં ભારત વિરોધી કૂચ

પાકિસ્તાન મુળના મેયર સાદિક ખાને ઝાટકણી કાઢી અને રેલી રદ કરવા અપીલ કરીઃ કહયું આથી અંતર વધશે

લંડનના મેયર સાદિક ખાને આવતા રવિવારે દિવાળીના દિવસે કાશ્મીર મુદ્દા પર ભારત વિરોધી માર્ચ નીકાળવાની યોજનાની નિંદા કરી છે. સાથે જ, પાકિસ્તાની મૂળના ખાને કહ્યું કે તેથી બ્રિટેનની રાજધાનીમાં વિભાજન વધુ ઊંડુ બનશે. એમણે આયોજકો અને તેમા સામેલ થનાર સંભાવિત પ્રદર્શનકારીઓને આ વિરોધ માર્ચ રદ્દ કરવાની અપીલ કરી છે.

 લંડન મહાનગર પોલીસ મુજબ આ પ્રસ્તાવિત માર્ચ માટે મંજૂરી માંગવામાં આવી છે અને તેમા ૫૦૦૦થી ૧૦,૦૦૦ પ્રદર્શનકારીઓના સામેલ થવાનું અનુમાન છે. બ્રિટિશ વડાપ્રધાનના આવાસ ડાઉનિંગ સ્ટ્રીટની પાસે રિચમન્ડ ટેરેસથી લઇને ભારતીય ઉચ્ચાયોગ સુધી માર્ચ નીકળવાની યોજના છે. લંડન એસેમ્બલીના સભ્ય અને ભારતીય મૂળના નવીન શાહના પત્રના જવાબમાં ખાને પોતાના પત્રમાં કહ્યું, 'હું દિવાળીના પાવન અવસરે ભારતીય ઉચ્ચાયોગના નજીક સુધી વિરોધ માર્ચ નીકળવાની યોજનાની કડક નિંદા કરું છું'

 ખાને ૧૮ ઓકટોબરે લખેલા પત્રમાં કહ્યું, 'આ માર્ચ એવા સમયે લોકોની વચ્ચે માત્ર વિભાજન વધારશે, જયારે તમામ લંડનવાસીઓ એકજુટ થવાની જરૂર છે. તેથી હું માર્ચના આયોજકો અને તેમા સામેલ થવાનો વિચાર કરનારાઓને તેને રદ્દ કરવાની અપીલ કરું છું.

(4:12 pm IST)