Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ભોજન પછી ડેઝર્ટ લેવું ફાયદાકારક કે નુકસાનકારક?

ડેઝર્ટ લેવું જ હોય તો જમ્યા પહેલા લેવું જોઇએ

ડેઝર્ટના ફાયદા અને નુકસાનની વાતો અવારનવાર આવતી રહે છે. તેને મીઠું બનાવનાર ખાંડના કારણે મોટાપો અને ટાઇપ-૨ ડાયાબિટીસથી માંડીને કેન્સર જેવી બિમારીઓ થઇ શકે છે. ઉપરાંત તેમાં રહેલી સેચ્યુરેટેડ ચરબી હદય માટે નુકસાનકારક થઇ શકે છે. પણ કેટલાક અભ્યાસોમાં એવું કહેવાયું છે કે કુદરતી પદાર્થોમાંથી બનાવેલ ડેઝર્ટ ગણત્રીપૂર્વક કયારેક કયારેક લેવામાં આવે તો આરોગ્યપ્રદ બની શકે છે.

હમણાં જ જર્નલ ઓફ એકસપેરી સાયકોલોજીમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસમાં એવું કહેવાયું છે કે જમ્યા પછીના બદલે જમ્યા પહેલા જો ડેઝર્ટ લેવામાં આવે તો એરીઝોના યુનિવર્સિટીમાં માર્કેટીંગ અને કોગ્નીટીવ સાયન્સના પ્રોફેસર માર્ટીન રીમાન કહે છે કે શરૂઆતમાં ભારે ખોરાક ખાવામાં આવે તો પછીનું ભોજન ઓછુ થઇ જાય છે.

રીમાન અને તેની ટીમે પોતાની યુનિવર્સિટીના ફેકલ્ટી સ્ટાફ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ સહિતના ૧૩૪ લોકો પર આ અભ્યાસ કર્યો હતોફ યુનિવર્સિટીની ૪ કેન્ટીનમાં લોકો ૪ અલગ અલગ ડેઝર્ટ આપતા હતા. જેમાં તાજા ફળો, લેમન ચીઝ કેક જેવા વિકલ્પો અપાયા હતા.

ચીઝ કેક જમ્યા પહેલા ખાનાર લગભગ ૭૦ ટકા લોકોએ જમવામાં હળવો ખોરાક લીધો હતો.જ્યારે તાજા ફળો ખાનાર ૩૦ ટકા લોકોએ જ આવું કર્યું હતું.

ન્યુ જર્સીની એક રજીસ્ટર્ર્ડ ડાયેટીશયન ફેલીશીયા સ્ટોલર કહે છે, ડેઝર્ટ તમારા ભોજનમાં દરરોજ ન લેવું જોઇએ. હા કયારેક કયારેક ગણત્રી પુર્વક લેવામાં વાંધો નહીં.(ટાઇમ હેલ્થમાંથી સાભાર)

(4:11 pm IST)