Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

વધારે સમય ખુરશી પર બેસી રહેવું: એ સિગારેટ પીવાથી થતા નુકસાન બરાબર

કેટલીક ભૂલો કરી નાખવાથી કિડનીને નકસાન પહોંચે છે અને તમને બીમાર બનાવે છેઃ આ જ ભૂલોમાંથી એક છે એક જ જગ્યાએ બેસીને કામ કરવું

નવી દિલ્હી, તા.૨૧: કિડની આપણા શરીરના મહત્વના અંગમાંથી એક છે. જે આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. જો તમે પૌષ્ટિક ડાયટ લો, તો તમારું શરીર સ્વસ્થ રહે છે. પરંતુ આજના સમયની લાઈફસ્ટાઈલે હેલ્થને બગાડવાનું કામ શરૂ કરી દીધું છે. કેટલીક ભૂલો કરી નાખવાથી કિડનીને નકસાન પહોંચે છે અને તમને બીમાર બનાવે છે. આ જ ભૂલોમાંથી એક છે એક જ જગ્યાએ બેસીને કામ કરવું. આપને જણાવી દઈએ કે કિડની વ્યવસ્થિત કામ ન કરે તો તમને હૃદયરોગ પણ થઈ શકે છે. ચાલો આપને જણાવીએ કે કેવી રીતે તમે કિડનીને હેલ્ધી બનાવી રાખી શકો છો.

જે લોકો ડેસ્ક જોબ કરતા હોય તે લોકો સામાન્ય રીતે એક જ જગ્યા પર બેસીને કામ કરે છ. ઘણાં લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાથી પાચનતંત્ર અને મેટાબોલિઝમ પ્રભાવિત થાય છે. તેનાથી કિડનીને નુકસાન પહોંચે છે. કિડનીને સ્વસ્થ રાખવા માટે લાંબા સમય સુધી પોતાની ખુરશી પર ન બસશો. થોડી થોડી વારે પોતાની ખુપશી પરથી પાણી પીવા, વોશરૂમ જવાના બહાને જરૂર ઉઠો. તેનાથી તમે પર્યાપ્ત માત્રામાં પાણી પી શકો છો. બની શકે તો થોડો બ્રેક લઈ પોતાના ઓફિસની લોબીમાં પણ ફરી શકો છો.

મીઠાનું વધુ પડતું સેવન કરવાથી હૃદય સંબંધી બીમારીઓ થઈ શકે છે. જે ખાધ્ય પદાર્થોમાં મીઠાની માત્રા વધુ હોય તેમાં સોડિયમની માત્રા પણ વઝુ હોય છે. જે હાઈ બ્લડ પ્રશરની સંભાવના વધે છે. જેનાથી કિડનીને ખતરો થઈ શકે છે. તેથી ભોજનમાં મીઠું ઓછું અને લીલાં શાકભાજીનું સેવન વધુ કરો.

કેટલાક લોકો આળસી હોય છે. તરસ લાગવા છતાં પોતાની જગ્યાએથી પાણી પીવા જવા માટે ઉઠવાનો કષ્ટ નથી લેતા. પરંતુ કિડનીના સ્વાસ્થ્ય માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી છે.

જો તમે પર્યાપ્ત માત્રામાં પાણી નહીં પીવો તો ઝેરી તત્વો શરીરમાંથી બહાર નથી નીકળી શકતા. ઓછું પાણી પીવાથી કિડની સ્ટાનની સમસ્યા થઈ શકે છે.

ધૂમ્રપાન ફકત ફેફસાંને જ નહીં પરંતુ શરીરના અન્ય અંગોને પણ દ્યમું નુકસાન પહોંચાડે છે. જે લોકો સિગારેટ પીવે છે, તેમના પેશાબમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે જે કિડનીની સમસ્યાની સંભાવના વધારે છે. જો તમે સિગારેટ પીવો છો તો તમારી કિડની ડેમેડ થવાની સંભાવના વધી જાય છે.

પ્રોસેસ્ડ ફૂડમાં સોડિયમ અને ફોસ્ફરસ અધિક માત્રામાં હોય છે. જે લોકોને કિડનીની સમસ્યા હોય છે તેમણે ફોસ્ફરસનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય જે લોકોની કિડની સ્વસ્થ હોય તેમણે પણ આવા ખાધ્ય પદાર્થોથી બચવું જોઈએ.

તેથી હવે જો તમે પણ તમારી ઓફિસમાં અથવા તો કામના સમયે આવી નાની મોટી ભૂલો કરતા હોવ તો થોડા ચેતજો. જેથી ગંભીર બીમારીઓથી બચી શકાય.

(9:57 am IST)