Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

વિશ્વનું સૌથી જૂનું મોતી અબુધાબીથી મળી આવ્યું

અબુ ધાબી, તા.૨૧: પુરાતત્ત્વવિદો જેને સૌથી જૂનું ગણાવી રહ્યા છે એવું ૮,૦૦૦ વર્ષ પુરાણુ મોતી અબુ ધાબી ખાતે ડિસપ્લેમાં રાખવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મોતી પાષાણયુગના સમયનું છે. સંયુકત આરબ અમીરાતની રાઝધાનીની નજીક આવેલા મારવાહ ટાપુના ખોદકામ દરમિયાન શોધાયેલા ઓરડામાં આ કુદરતી મોતી મળી આવ્યું હતું. આ સ્થળ દેશમાં મળી આવેલું પ્રાચીન સ્થાપત્ય જાહેર થયું હતું. કાર્બન ડેટિંગથી મોતી પાષાણ યુગનું હોવાનું જાણવા મળે છે. એમ અબુધાબીના સંસ્કૃતિ અને પર્યટન વિભાગે જણાવ્યું હતું. અબુધાબીમાંથી દુનિયાના સૌથી જૂના મોતીની શોધથી એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે રાષ્ટ્રના હાલના આર્થિક અને સંસ્કૃતિના ઇતિહાસના મૂળ પ્રાગૈતિહાસિક કાળમાં ફેલાયેલા છે, એમ અધ્યક્ષ મોહમદ-અલ-મુબારકે જણાવ્યું છે.

(9:56 am IST)