Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ફરયબ પ્રાંતમાં તાલિબાનના પાંચ આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: અફઘાન સુરક્ષા બળોએ દેશના ફરયબ પ્રાંતમાં શુક્રવારના રોજ એક અભિયાનમાં પાંચ તાલિબાની આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે પ્રાંતીય સરકારે શુક્રવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગુર્જીવાન જિલ્લાના દારા-એ-શાખ વિસ્તારમાં શુક્રવારના રોજ આતંક વિરોધી અભિયાન ચલાવ્યું હતું આ દરમ્યાન  આતંકવાદીઓની જગ્યાને પણ નષ્ટ કરી દેવામાં આવી હતી આ અભિયાન પર તાલિબાને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા  કરી નથી.

(5:54 pm IST)
  • પીએમ મોદીની ડિનર ડિપ્લોમસી :પીએમ મોદીએ લોકસભા અને રાજ્યસભાના સભ્યોને દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં રાત્રીભોજનનું આયોજન કર્યું:બંન્ને સદનનાં લગભગ 750 સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ મોકલ્યું : હોટલ અશોકમાં આયોજીત રાત્રીભોજનમાં રાજ્યસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત એનડીએ અને યુપીએના ઘટક દળનાં નેતાઓ જોડાયા:દ્રમુકની કનિમોઇ, આપનાં રાજ્યસભા સભ્ય સંજય સિંહ, ભાજપમાં જોડાયેલા ટીડીપીના ત્રણ સહિતના જોડાયા હતા. access_time 1:12 am IST

  • અહેમદ પટેલની આજે ફરીથી લેવાશે જુબાની : ગઇકાલે લાંબી પુછપરછ ચાલેલ : અમદાવાદ ૨૦૧૭ની રાજયસભાની ચૂંટણીનો મામલોઃ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ બેલાબેન ત્રિવેદીની કોર્ટમાં કેસની સુનાવણી થશેઃ તમામ સાક્ષીઓ પણ હાઇકોર્ટમાં હાજર રહે તેવી શકયતા access_time 3:33 pm IST

  • મોદી બન્યા વિશ્વના સૌથી શકિતશાળી નેતા : બ્રિટીશ હેરલ્ડ અખબારના વાંચકોએ એક ''પોલ''માં નરેન્દ્રભાઇની કરી પસંદગી : પ્રથમ નંબરે નરેન્દ્રભાઇને ૩૦.૯ ટકા મત મળ્યાઃ બીજા નંબરે રશિયાના વ્લાદિમીર પુતિનને ૨૯.૯ ટકા મત મળ્યાઃ નરેન્દ્રભાઇએ પુતિન-ટ્રમ્પને પણ પાછળ રાખી દીધા access_time 1:13 pm IST