Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

અમેરીકામાં આપઘાતનો દર સર્વોચ્ચ શીખરે પહોચ્યો

બીજા વિશ્વયુધ્ધ પછી ૧૯૯૯ થી અત્યાર સુધીમાં ૩૩ ટકાનો વધારોઃ ડ્રગ્સ અને સોશ્યલ મીડીયા જવાબદાર

નવી દિલ્હી :  ફેડરલ ડેટા અનુસાર બીજા વિશ્વ યુધ્ધ પછી અત્યારે આપઘાતનો દર અત્યારે સોૈથી વધારે છે અને આ ઊંચા દરના મુખ્ય કારણોમાં સોશ્યલ મીડીયા  અને સ્ટ્રેસમાં વધારો જણાવાયો છે.

૨૦૧૭માં દર એક લાખ વ્યકિતએ ૧૪ વ્યકિત આપઘાતના કારણે મર્યા હતા, એવું સીડીસીના આરોગ્ય વિષયક આંકડાઓમાં જણાવાયું છે. આઆંકડો ૧૯૯૯ ના આંકડામાં ૩૩ ટકાનો વધારો દર્શાવે છે અને આ આપઘાતનો દર ૧૯૪૨ પછીનો સોૈથી ઉંચો આંકડો છે.

અમેરિકન ફાઉન્ડેશન ફોર સુસાઇડ પ્રિવેન્શનના વાઇસ પ્રેસીડન્ટ જીલહાર્કવી ફ્રાઇડમેન કહે છે કે, આપઘાત માટેનું કોઇ એક કારણ કયારેય બધાને લાગુ નથી પડતું પણ હું માનું છુ કે, હાલના સમયમાં થઇ રહેલો સ્ટ્રેસનો વધારો અને સુરક્ષાની ચિંતા આના માટે કારણભુત હોઇ શકે.

હાર્કવી કહે છે કે, આપઘાત માટેના કારણો નક્કી કરવા એ અઘરૂ કામ છે. ઇતિહાસ સાક્ષી છે કે, સ્ત્રીઓ કરતા પુરૂષો વધારે આપઘાત કરતા હોય છ ે અને ૨૦૧૭ માં પણ તે એટલું જ સાચુ છે. ૨૦૧૭માં સ્ત્રીઓ કરતા પુરૂષોમાં આપઘાતનું પ્રમાણ ત્રણ ગણું હતું પણ સ્ત્રીઓના આપઘાતના દરમાં ૧૯૯૯ થી અત્યાર સુધીમાં ૫૩ ટકાનો વધારો થયો છે, જે પુરૂષોના ૨૬ ટકાના દર કરતા વધારે છે.

પુરૂષોઅને સ્ત્રીઓ બન્નેમાં આપઘાતનો દર સોૈથી વધારે અમેરિકન ભારતીઓ અને અલાસ્કના સ્થાનિક લોકોમાં જોવા મળ્યો હતો. ડેટાને વય જુથમાં મુકવામાં આવે તો ૪૫ થી ૬૪ વર્ષની વયના લોકોમાં આપઘાતનો દર સોૈથી વધારે જોવા મળ્યો હતો.

યુવાઓમાં આપઘાતનું વધી રહેલું પ્રમાણ ખરેખર ચિંતાજનક છે. જુન ૨૦૧૮ માં જાથામાં પ્રકાશિત થયેલ એક રીસર્ચ પેપર અનુસાર ૧૦ થી ૧૪ વર્ષના છોકરા છોકરીઓમાં આપઘાતનો દર ૨૦૦૦ થી અત્યાર સુધીમાં સોૈથી ઉંચો છે. આ રીસર્ચ પેપરમાં આપઘાતના કારણો અંગે તો વાત નથી કરાઇ પણ તેના લેખક અને હાર્વક મેડીકલ સ્કુલના બાયોમેડીકલ ઇન્ફોર્મેટીકસ ના રીસર્ચ એસોસીએટ ઓરેન મીરોન આ બાબતે બે થીયરી મુકે છે.

તે કહે છે ડ્રગ્સની આદતવાળા લોકોમાં અને તેના બાળકો તથા કુટુંબીઓમાં આપઘાતનું વલણ વધારે જોવા મળે છે. ડ્રગ્સથી આખા સમાજના માનસિક આરોગ્યને નુકશાન પહોંચે છે, તેની બીજી થીયરી અનુસાર અત્યારના યંગ જનરેશનમાં સોશ્યલ મીડીયાનો ઉપયોગ વધુ પડતો થાય છે. તેમાં ઘણી એપ્લીકેશનો આપઘાત કરવા પ્રેરે છે અને બાળકો અંદરોઅંદર આપઘાત અંગેની ચર્ચાઓ કરતા હોય છે, જેની મા-બાપને ખબર પણ નથી હોતી. આ ઉપરાંત સોશ્યલ મીડીયામાં જ સતત રચ્યાપચયા રહેતા હોવાથી સામ સામે બેસીને વાતો કરવાનું અત્યંત ઓછું થયું છે જે માનસિક આરોગ્ય માટે ખરેખર અગત્યનું છે.

(3:35 pm IST)
  • મોદી બન્યા વિશ્વના સૌથી શકિતશાળી નેતા : બ્રિટીશ હેરલ્ડ અખબારના વાંચકોએ એક ''પોલ''માં નરેન્દ્રભાઇની કરી પસંદગી : પ્રથમ નંબરે નરેન્દ્રભાઇને ૩૦.૯ ટકા મત મળ્યાઃ બીજા નંબરે રશિયાના વ્લાદિમીર પુતિનને ૨૯.૯ ટકા મત મળ્યાઃ નરેન્દ્રભાઇએ પુતિન-ટ્રમ્પને પણ પાછળ રાખી દીધા access_time 1:13 pm IST

  • રાજકોટમાં હોટલ - હોસ્પિટલ - સોસાયટી - સ્કુલના સ્વચ્છતા રેન્કીગ માટે રર ટીમો દ્વારા સર્વે શરૂ :ગઇકાલે હોટેલોનો સર્વે પુર્ણ : આજે હોસ્પિટલનો સર્વે હાથ ધરાયો : આવતીકાલે સ્કૂલોમાં સ્વચ્છતાનો સર્વે થશેઃ સોમવારે સોસાયટીઓમાં સ્વચ્છતા અંગે ચકાસણી થશે : ર૭ અથવા ર૮મીએ રિઝલ્ટ જાહેર થશે : વિજેતાઓને મુખ્યમંત્રીના હસ્તે સર્ટીફીકેટ અપાશે : મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીની જાહેરાત access_time 4:10 pm IST

  • ૨૧ થી વધુ આઇએએસ-આઇપીએસ અધિકારીઓની બદલીના ભણકારા : રાજયના સીનીયર અધિકારીઓના ટુંક સમયમાં બદલીના ઓર્ડરો આવી શકે છેઃ ૧૮ કલેકટર, ૨૨ જીલ્લા વિકાસ અધિકારીઓ બદલાશે : રાજયના ૧૮ થી ૨૦ કલેકટરો અને ૨૦ થી વધુ ડીડીઓની તોળાતી બદલીઓ : જુલાઈમાં આઈપીએસ - પોલીસ ઓફીસરોની બદલીની પણ પૂરી શકયતા access_time 1:13 pm IST