Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

બ્લડ-ટેસ્ટ પરથી ખબર પડશે કે તમે ડાયટને વળગી રહેશો કે નહીં

નવી દિલ્હી તા. ૨૧: આપણે છાશવારે ડાયટિંગ શરૂ કરીએ છીએ અને થોડા જ દિવસમાં કન્ટ્રોલ છુટી જાય છે. એક ડાયટિશ્યનની ડાયટ-ટિપ્સ ન ફાવી એટલે બીજાને પકડીએ છીએ. નવી-નવી ડાયરના અખતરા કરવાનું શરૂઆતમાં ગમે છે પણ પછી એમાં મોનોટોની આવી જતાં આપણે એ છોડી દઇએ છીએ. અમેરિકાની જોન્સ હોપ્કિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સાયન્ટિસ્ટોએ ખાસ બ્લડ-ટેસ્ટ ડેવલપ કરી છે જે તમને કહી આપે છે કે તેને જે ડાયટનું પ્રીસ્ક્રિબ્શન આપવામાં આવ્યું છે એને તે લાંબા સમય સુધી ફોલો કરશે કે નહીં. કિલનિકલ ન્યુટ્રિશન નામની અમેરિકન જર્નલમાં છપાયેલા અભ્યાસમાં કહેવાયું છે કે બ્લડ-ટેસ્ટ દ્વારા વ્યકિત કેવાં ડાયટરી ચેન્જને વળગી રહી શકશે એ શોધી શકાય છે. ભવિષ્યમાં ડાયટિશ્યનો તમને ડાયટ લખી આપતાં પહેલા આવી બ્લડ-ટેસ્ટ કરાવવા લાગે એવું શકય છે.

(3:39 pm IST)