Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

આ છોકરી ૧૯ વર્ષથી લિવર અને આંતરડુ શરીરની બહાર લઇને ફરતી હતી

લંડન તા ૨૧ : મૂળે ટાન્ઝાનીયાની ૧૯ વર્ષની સાઉદા સુલેમાન નામની કન્યા જન્મી ત્યારથી જ તેના શરીરમાં મોટી ગરબડ હતી. તેના પેટ પાસેનો એક હિસ્સો ઉપસી આવેલો. આ હિસ્સો લીવર અને આંતરડાનો થોડોક ભાગ હતો. માત્ર પાતળી ચામડીના આવરણથી ઢંકાયેલા લિવર અને આંતરડાનો ભાગ તેના પેટ બહાર લટકતો હતો. સામાન્ય રીીતે આવા કેસમાં બાળકના જન્મ પછી તરત જ સર્જરી દ્વારા બહાર નીકળેલા અવયવને શરીરની અંદર બેસાડવાની સર્જરી કરવામાં આવે છે. પરંતુ સાઉદના કેસમાં એવુ શકય ન બન્યું તે પાંચ વર્ષની થઇ ત્યારે બે વાર ઓપરેશન થયા પણ બન્ને નિષ્ફળ ગયાં લિવર બહાર ઓવાથી તેણે પેટનો ભાગ ખુબજ સંભાળી રાખવો પડતો હતો જરાક અમથો ગોદો વાગી જાય તો લિવરને ડેમેજ થઇ શકે. આંતરડામાં મળ વધુ ભરાઇ જાય તો બહાર નીકળેલો ભાગ વધુ મોટો થઇ નતો અને પીડા પણ થતી. આ સ્થિતીને કારણે સાઉદા બાળપણમાં છુઠથી રમી પણ શકી નહોતી. આ સમસ્યાને કારણે ચા વર્ષ પહેલા તેણે ભણવાનું છોડી દેવું પડયું એટલે આખરે સાઉદના પરિવાર તેન ેભારત લઇ આવ્યો. ચેન્ઇનઇની હોસ્પીટલમાં તેનો ઇલાજ થયો. ડોકટરોએ ઓપરેશન કરીને બહાર લટકતા અવયવોને અંદર મુકવા માટે તેનુંૅ પેટ ચીરીને પહેલા એ માટે સિકયોર જગ્યા બનાવી હતી. ત્રણ વીકની રીકવરી પછી હવે સાઉદા તેના દેશ ટાન્ઝાનીયા પહોંચીગઇ છે.

(3:38 pm IST)