Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

તમાકુથી રહો દૂર, જીવો સ્વસ્થ જીવન

આજકાલ ઘણા લોકો તમાકુનું સેવન કરે છે. મોટાની સાથે આજકાલ નાની ઉંમરના બાળકો પણ તમાકુનું સેવન કરવા લાગ્યા છે. તમાકુના સેવનથી તમને હૃદય સંબંધી અને કેન્સર જેવી જાનલેવા બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. તો જાણી લો તમાકુથી આપણા શરીરને શું નુકશાન થાય છે.

તમાકુમાં લગભગ ૪૮૦૦ કેમિકલ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેના સેવનથી તમને હાર્ટ ડિસીસ, સ્ટ્રોક, બોન્કાઈટિસ, ઈન્ફર્ટીલીટી અને પેપ્ટિક અલ્સર જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કેન્સરનું મુખ્ય કારણ તમાકુ છે. તેના સેવનથી તમને લંગ્સ, લેરિંગ્સ, ઈસોફેગસ, લિવર, પ્રેંક્રિયાસ, કોલોન ઉપરાંત મોઢા અને ગળાનું કેન્સર થઈ શકે છે.

તમાકુની આદતથી છુટકારો મેળવવા માટે ખજૂર, મિશ્રી, એલચી, બદામના નાના-નાના ટુકડા પોતાની પાસે રાખો અને જ્યારે પણ તમાકુ ખાવાની ઈચ્છા થાય તો તેને લાંબા સમય સુધી મોઢામાં રાખો.

(1:25 pm IST)