Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

ભૂખ્યા પેટે પાણી પીવાના છે અનેક ફાયદાઓ

તમે જાણતા જ હશો કે અમુક વ્યકિતનો ખોરાક ઓછો હોય, ભલે તે વિટામીન વાળી વસ્તુઓનું સેવન ન કરતા હોય પણ જો તે દિવસમાં ખુબ પાણી પીવે તો પણ તંદુરસ્ત રહિ શકે છે. આ એક હુમન બોડીનો ફેકટ છે.

સારા સ્વાસ્થ્ય માટે ડેઈલી ૮થી ૧૦ ગ્લાસ પાણી પીવું ખુબજ જરૂરી છે. આનાથી તમે ઘણી બધી બીમારીઓ થી પણ બચી શકો છો. ફકત પાણીથી જ તમે પોતાને સ્વસ્થ અને ઊર્જાવાન બનાવી શકો છો. દરેક વ્યકિતએ સવારે ઉઠતાની સાથે જ અને બ્રશ કરતા પહેલા ૪ ગ્લાસ પાણી પીવું.

રોજ ભૂખ્યા પેટે પાણી પીવાની ટેવને વોટર થેરાપી ટ્રીટમેન્ટ કહે છે. પાણી પીવાના એક કલાક પહેલા અને પાણી પીવાના એક કલાક પછી કઈ પણ ખાંવુ પીવું નહિ એમાં પણ ભારે ખોરાક તો ભૂલથી પણ ન લેવો.

વોટર ટ્રીટમેન્ટથી તમે માથાનો દુઃખાવો, શરીરનો દુઃખાવો, સંધિવા, ઝડપી હૃદયના ધબકારા, શ્રાસનળીમાં સોજો, અસ્થમા, ટીબી, મેનિનજાઈટીસ, કિડની અને પેશાબ વગેરે સાથે જોડાયેલ બીમારીઓને નિયંત્રિત કરી શકાય છે. આ સિવાય આ ઘણી બધી બીમારીઓને જડ-મૂળથી મટાડી શકો છો. ઘણા લોકોને સવારે બ્રેકફાસ્ટમાં જ્યૂસ પીવાની હેબીટ હોય છે. પણ તમે તેની જગ્યાએ એક ગ્લાસ વધુ પાણી પી શકો છો. આને સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે. આનાથી તમારૂ મગજ સક્રિય રહેશે.

 

(10:42 am IST)