Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કિલાઉનો લાવા ભયજનક સપાટીએઃ હાઈડ્રો.એસિડના વાદળો બંધાયા

હવાઈ કાઉન્ટી ઓથોરિટીએ 'લેઝ'એલર્ટ જાહેર કર્યુઃ જવાળામુખીની એકિટવિટી વધુ ખરાબ અને ભયજનક થઈ રહી છેઃ એક વ્યકિત ગંભીર રીતે દાઝયો

હોનાલુલુઃ હવાઇ આઇલેન્ડ પર સક્રિય થયેલો કિલાઉ જવાળામુખી વધુ ઉગ્ર થયો છે. હવાઇના બિગ આઇલેન્ડ પર આવેલો કિલાઉ જવાળામુખીમાંથી નિકળી રહેલો લાવા હવે સમુદ્રમાં ભળી રહ્યો છે. લાવામાં થતાં બ્લાસ્ટ્સમાં ખડકો અને રાખ પણ એટલી જ પ્રચંડતાથી બહાર ફેંકાઇ રહી છે. જવાળામુખીનો લાવા સમુદ્રમાં ભળવાના કારણે આકાશમાં હાઇડ્રોકલોરિક એસિડ અને વોલ્કેનિક ગ્લાસના વાદળો બંધાઇ રહ્યા છે. કિલાઉ જવાળામુખી છેલ્લાં બે અઠવાડિયાથી સક્રિય થયો છે. અત્યાર સુધી ૪૦ ઘરો નષ્ટ થયા છે અને હજારો લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે. આ સિવાય રાખના ૩૦,૦૦૦ ફૂટ ઉંચે થઇ રહેલા બ્લાસ્ટના કારણે હવાઇ ઓફિશિયલ્સ સ્થાનિકોને ફેસ માસ્કનું વિતરણ કરી રહ્યા છે. કિલાઉ જવાળામુખીના લાવાનો ફ્લો શુક્રવારથી વધી રહ્યો છે. લાવા બ્લાસ્ટમાંથી બહાર ફેંકાતા ખડકોના કારણે શનિવારે એક વ્યકિત ઘાયલ થયો હોવાના સમાચાર છે. સ્થાનિક તેના ઘરેથી સ્થળાંતરની તૈયારીઓ કરી રહ્યો હતો તે દરમિયાન ઝડપથી ફેલાઇ રહેલો લાવા તેના પગને અડી ગયો હતો. શુક્રવારથી જે લાવા નિકળી રહ્યો છે તેમાંથી થતાં બ્લાસ્ટ્નું વજન એક રેફ્રિજરેટર જેટલું છે. આ ઉપરાંત પણ જે નાના નાના બ્લાસ્ટ થઇ રહ્યા છે તે પણ એટલાં જ જીવલેણ છે. વ્યકિતને એ જ દિવસે ઇજા થઇ હતી, જયારે ફ્રેશ લાવા ઝડપથી હાઇ વે તરફ ફેલાઇ રહ્યો હતો. લાવા સમુદ્રના પાણીમાં ભળવાથી હવાઇ આઇલેન્ડની આસપાસ હાઇડ્રોકલોરિક એસિડ અને ગ્લાસ પાર્ટિકલ્સના વાદળો બંધાઇ રહ્યા છે. જેના કારણે સ્કિન અને આંખોમાં બળતરાં થવી ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થઇ રહી છે.

હવાઇ કાઉન્ટી ઓથોરિટીએ અહીં 'લેઝ' એલર્ટ જાહેર કર્યુ છે. લાવા હેઝ હાલ બિગ આઇલેન્ડના સાઉથ કોસ્ટથી ૨૪ કિલોમીટર સુધી ફેલાયો છે. લેઝ એલર્ટનો અર્થ થાય છે કે, લાવાના કારણે હવામાં ફેલાતાં ઝેરી પદાર્થોથી આગામી સમયમાં સ્થાનિકોને સ્વાસ્થ્ય સંબંધિત જોખમો થઇ શકે છે. યુએસ જીઓલોજિકલ સર્વેસ સાયન્ટિટ્સના જણાવ્યા અનુસાર, લાવા ફિશરની વિરૂદ્ઘ દિશામાં વહી રહ્યો છે અને સીધો સમુદ્રમાં ભળી રહ્યો છે.

ઓથોરિટીએ વોર્નિંગ જાહેર કરી છે કે, લાવા પ્લમ હવાની દિશા બદલાતા ગમે તે ક્ષણે પોતાનો રસ્તો બદલી શકે છે. હવાઇ વોલ્કેનો ઓબ્ઝર્વેટરીના જણાવ્યા અનુસાર, પાણી અને લાવાના મિશ્રણના કારણે હવામાં સલ્ફર ડાયોકસાઇડનું પ્રમાણ ત્રણ ગણું વધી ગયું છે.  બિગ આઇલેન્ડના તમામ સ્થાનિકોનું હાલ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જે હાઇ-વે સુધી લાવા પહોંચી ગયો હતો તેને બંધ કરી દેવામાં આવ્યો છે. બિગ આઇલેન્ડ જવાળામુખીમાંથી શુક્રવારે નાના નાના બ્લાસ્ટ્સ થઇ રહ્યા હતા. જેના કારણે હવામાં ૧૦,૦૦૦ ફૂટ (૩,૦૪૮ મીટર) ઉંચે રાખ ઉડી હતી.

યુએસજીએસના હવાઇ વોલ્કેનો ઓબ્ઝર્વેટરી રિપોર્ટ અનુસાર, આગામી દિવસોમાં રાખ અને ધૂમાડાના નાના નાના બ્લાસ્ટ્સ થવાની શકયતાઓ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ જવાળામુખી કયારે શાંત થશે તે હાલ કહેવું મુશ્કેલ છે. કારણ કે, ૧૯૫૫માં કિલાઉ જવાળામુખી સક્રિય થયો તે દરમિયાન ૮૮ દિવસ સુધી લાવા બહાર ફેંકાયો હતો. બિગ આઇલેન્ડમાં ૪,૦૦૦ સ્કવેર માઇલ્સમાં લાવા અને રાખ ફેલાઇ ગઇ છે. કિલાઉ જવાળામુખી હવાઇના મોટાંભાગના વિસ્તારોમાં ફેલાઇ ગયો છે.

(4:34 pm IST)
  • રાત્રે 9.30 કલાકે રાજકોટમાં મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં પાણીનો ટાંકો ફાટ્યો :ટાઉનશીપના સાતમા માળે આવેલ પાંચ હજાર લિટરનો ટાંકો અચાનક ફાટી ગયો :પોપટપરા મુખ્યમંત્રી આવાસ યોજનામાં વધુ એક પાણીનો ટાંકો ફાટતા લોકોમાં કચવાટ ;વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:57 pm IST

  • બુખારીએ દિલ્હી હાઇકોર્ટને કહ્યું મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી ઈમામની પદવી :જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના સૈયદ અહમદ બુખારીએ મસ્જિદમાં પોતાના પુત્રને ઉત્તરાધિકારી બનાવવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે આ પદવી પહેલા ઇમામને મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી અને વર્ષોથી તેમના પરિવારને જ ઇમામ બનાવાય છે જે હજુ સુધી કાનૂની વિવાદમાં નથી access_time 1:39 am IST

  • વિજય માલ્યા બાદ હવે નિરવ મોદી લંડનમાં વસી જાય તેવા સંકેત : તેની સંપતિ પણ લંડનમાં જ છે : મેહુલ ચોકસીએ અમેરીકામાં રહેવાની માગી પરવાનગી access_time 3:56 pm IST