Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કાજલને ફેલાતા બચાવે છે આ ટીપ્સ

બધી છોકરીઓ પોતાની આંખોની સુંદરતા વધારવા માટે કાજલ કરે છે. કાજલ વગર કોઈ પણ છોકરીનો શ્રૃંગાર અધુરો લાગે છે. કાજલ કરવાથી આંખો મોટી અને આકર્ષક લાગે છે. પરંતુ, કેટલીક વાર કાજલ કરતી વખતે તે ફેલાઈ જાય છે. જેનાથી તમારી સુંદરતા પર ખરાબ અસર પડી શકે છે. તો જાણી લો કેટલીક એવી ટીપ્સ વિશે જેના ઉપયોગથી તમે તમારા કાજલને ફેલાતુ રોકી શકો છો.

 તમારી આંખોમાં કાજલ લગાવ્યા પહેલા આંખોને વ્યવસ્થિત સાફ કરીને સૂકી કરી લો. ત્યારબાદ કલીનઝરની મદદથી આંખોને સાફ કરો. ઓયલી આઈલીડ અને પરસેવાના કારણે પણ કાજલ ફેલાય જાય છે.

 કાજલ લગાવ્યા પહેલા લૂઝ પાવડરને તમારી અંડર આઈ એરીયા ઉપર લગાવો. ત્યારબાદ જ કાજલ કરો. આવુ કરવાથી તમારા અંડર આઈ એરીયા પર રહેલ કાજલ ફેલાશે નહીં.

 જ્યારે પણ આંખ પર કાજલ લગાવવુ હોય તે પહેલા આંખો નીચે થોડુ પ્રાઈમર અથવા ફાઉન્ડેશન લગાવો. એવુ કરવાથી કાજલને સ્મૂધ બેઝ મળશે.

 કાજલને હંમેશા વોટર લાઈનની આઉટરથી ઈનર કોર્નર પર લગાવવુ જોઈએ. તેના બે કોટ લગાવ્યા બાદ આંખ નીચે કોન્પેકટ પાવડર લગાવો. એક વાતનું ધ્યાન રાખવુ કે કાજલ લગાવતી વખતે કોર્નરથી પૂરી રીતે મળે નહીં.

 

(6:59 pm IST)