Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

૪૭ વર્ષના દુનિયાના સૌથી જવાન દાદીમાઃ બે બાળકોના લગ્ન પણ થઇ ચૂક્યા છે

સિડનીઃ દુનિયાના સૌથી જુવાન દાદીમા ૪૭ વર્ષીય જીના સ્‍ટુઅર્ટ છે. જેના બે બાળકોના લગ્ન પણ થઇ ચૂક્યા છે. તેની સુંદરતા જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે તે દાદી બની ચૂકી છે. 47 વર્ષીય જીના સ્ટુઅર્ટને દુનિયાની સૌથી સુંદર દાદીમા કહેવામાં આવે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 74 હજારથી વધુ ફોલોઅર્સ છે. જીનાને ચાર સંતાનો (બે છોકરા અને બે છોકરીઓ) છે. જેમાંથી બે બાળકોના લગ્ન થઈ ચૂક્યા છે. ગત વર્ષે તે દાદી બની.

જીના આ વર્ષે મિસ ઓસ્ટ્રેલિયા કોન્ટેસ્ટમાં ભાગ લેવા જઈ રહી છે. તે 18 વર્ષની યુવતીઓને ટક્કર આપતી જોવા મળશે. તેને આશા છે કે આ સ્પર્ધા તે જીતશે. એક સમાચારપત્રને આપેલા ઈન્ટરવ્યૂ મુજબ તેણે ક્યારેય કોઈ સર્જરી કરાવી નથી. દાવો છે કે તેની સુંદરતા નેચરલ છે.

જીનાએ કહ્યું કે, ‘હું કોઈ પણ પ્રકારના કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ કરતી નથી. હું વાળમાં નારિયેળનું તેલ લગાવું છું અને આર્ગેનિક મોસ્ચુરાઈઝરનો જ ઉપયોગ કરું છું. તેની સુંદરતાનું રહસ્ય ગુલાબનું તેલ છે. તે એન્ટી એજિંગ છે. રોજ તેનો ઉપયોગ કરે છે.

(7:26 pm IST)
  • કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસ ધારાસભ્યો રાજભવન પહોંચ્યા : ઓળખ પરેડની ના પાડી દેવાઈ કર્ણાટકમાં કોંગ્રેસ - જેડીએસના ગઠબંધને સરકાર રચવાના દાવા સાથે આજે બપોર બાદ તેના ધારાસભ્યોની ફૌજ લઇ રાજભવન પહોંચ્યા હતા : માત્ર ૧૦ ધારાસભ્યોને રાજભવનમાં પ્રવેશ આપવા સહમતી : ઓળખ પરેડની મનાઇ ફરમાવી દેવાઈ access_time 6:09 pm IST

  • જમ્મુ-કાશ્મીરના ત્રાલ ખાતે રાષ્ટ્રીય રાયફલ પેટ્રોલીંગ પાર્ટી ઉપર ત્રાસવાદી હુમલો ! સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તાર ઘેરી લીધો access_time 11:23 am IST

  • ફારૂક અબ્દુલા દેવડીવાલા દુબઇથી ઝડપાયો : ફારૂક વિરૂધ્ધ મુંબઇ-દિલ્હીમાં પણ સંખ્યાબંધ ગુનાઓઃ ૨૦૦૨માં નોંધાયેલા ગુનાનો વોન્ટેડ આરોપીઃ આરડીએકસ લાવવાનો પણ આરોપ છેઃ ફારૂક સામે રેડકોર્નર નોટીસ જારી થયેલી access_time 4:09 pm IST