Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

ત્વચા પરથી હેર કલર કાઢવા માટેના સરળ ઉપાય

૧. રૂને નેઈલપોલીસ રિમુવરમાં ડુબાડી અને તેનાથી ત્વચા પર લાગેલ હેર કલર સાફ કરો. તેનાથી સામાન્ય બળતરા થઈ શકે છે. જો નેઈલ પોલીસ રિમુવરની એલર્જી હોય તો તેનો ઉપયોગ ન કરવો.

૨. ત્વચાના જે ભાગમાં હેરકલર લાગેલ છે ત્યાં જલ્દીથી ટૂથપેસ્ટ લગાવો અને તેને સરખી રીતે સૂકાવા દો. સુકાઈ ગયા બાદ તેને ધોઈ લો.

૩. બેબી ઓઈલ અને ઓલિવ ઓઈલથી  થોડીવાર મસાજ કરો. ત્યારબાદ તે ભાગને પાણીથી ધોઈ લો. સારૂ પરીણામ મેળવવા માટે દિવસમાં ત્રણ-ચાર વખત કરો.

૪. રૂની મદદથી પેટ્રોલીયમ જેલી લગાવો અને મસાજ કરો. ત્રણ-ચાર વખત લગાવવાથી નિશાન ચાલ્યા જશે.

૫. મેકઅપ રીમુવરને રૂ દ્વારા નિશાન ઉપર લગાવવાથી પણ હેર કલરના નિશાન દૂર થશે.

(2:21 pm IST)
  • પાકિસ્તાનમાં સુપ્રિમના જજ પર ફાયરિંગ નવાઝ શરીફને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકનાર જજ ઈજાજુલ અહસન પર સતત હુમલાઃ ઘર પર હુમલો કર્યા બાદ સવારે જજ પર ગોળીબારો થયાઃ જજ બચી ગયાના સમાચાર મળે છે access_time 11:30 am IST

  • અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સીરિયા સામે લશ્કરી પગલાં લેતાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પરિણામો ભોગવવા ચેતવણી આપી છે. શનિવારે થયેલા હવાઈ હુમલા સીરિયા પરનું આક્રમણ હોવાનું કહેતાં રશિયાએ જણાવ્યું હતું કે આ હુમલાને પગલે સીરિયામાં માનવીય મુશ્કેલીઓ વધશે અને આંતરરાષ્ટ્રીય સંબંધ શૃંખલામાં પણ વિધ્વંસક અસરો સર્જાશે. access_time 12:35 am IST

  • હૈદરાબાદઃ મક્કા મસ્જીદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આસિમાનંદજી સહિત તમામ મુખ્ય આરોપીને નિર્દોષ છોડી મુકતી અદાલત: ૨૦૦૭માં હૈદરાબાદની પ્રસિદ્ધ મક્કા મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયેલ, જેમાં ૯ના મોત નિપજ્યા હતાં અને ૫૪ લોકોને ઇજા થઇ હતીઃ જુમ્માની નમાઝ દરમિયાન આ વિસ્ફોટ થયો હતો access_time 12:46 pm IST