દેશ-વિદેશ
News of Tuesday, 17th April 2018

ત્વચા પરથી હેર કલર કાઢવા માટેના સરળ ઉપાય

૧. રૂને નેઈલપોલીસ રિમુવરમાં ડુબાડી અને તેનાથી ત્વચા પર લાગેલ હેર કલર સાફ કરો. તેનાથી સામાન્ય બળતરા થઈ શકે છે. જો નેઈલ પોલીસ રિમુવરની એલર્જી હોય તો તેનો ઉપયોગ ન કરવો.

૨. ત્વચાના જે ભાગમાં હેરકલર લાગેલ છે ત્યાં જલ્દીથી ટૂથપેસ્ટ લગાવો અને તેને સરખી રીતે સૂકાવા દો. સુકાઈ ગયા બાદ તેને ધોઈ લો.

૩. બેબી ઓઈલ અને ઓલિવ ઓઈલથી  થોડીવાર મસાજ કરો. ત્યારબાદ તે ભાગને પાણીથી ધોઈ લો. સારૂ પરીણામ મેળવવા માટે દિવસમાં ત્રણ-ચાર વખત કરો.

૪. રૂની મદદથી પેટ્રોલીયમ જેલી લગાવો અને મસાજ કરો. ત્રણ-ચાર વખત લગાવવાથી નિશાન ચાલ્યા જશે.

૫. મેકઅપ રીમુવરને રૂ દ્વારા નિશાન ઉપર લગાવવાથી પણ હેર કલરના નિશાન દૂર થશે.

(2:21 pm IST)