Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ખુલ્લા બજારમાં 24 લાખ ટન ઘઉંનું FCIએ કર્યું વેચાણ:લક્ષ્યાંકથી અડધું

રાજકોટ તા:19 ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા દર સપ્તાહે ઓપન માર્કેટ સ્કીમ અંતર્ગત ઘઉંનું વેચાણ કરાય છે જેમાં ઓક્ટોબરના અંત સુધીમાં કુલ 23,80 લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું છે જોકે માર્ચના અંત સુધીમાં સરકારે 50 લાખ ટન ઘઉંના વેચાણનો લક્ષ્યાંક રાખ્યો છે

  સરકાર દ્વારા જુલાઈ મહિનાથી વેચાણ શરુ કરાયું છે અને માર્ચના અંત સુધી ચાલુ રખાશે એફસીઆઈ ચાલુ વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે ઘઉંનું લઘુતમ વેચાણ ભાવ 1900 રાખ્યાહતા જે ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન 1925 અને જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 1950 રાખવામાં આવ્યા છે આ ભાવ મધ્યપ્રદેશ હરિયાણા અને પંજાબમાં લાગુ પડે છે જયારે બીજા રાજ્યોમાં ટ્રાન્સપોર્ટ ખર્ચનો ઉમેરો કરીને લઘુતમ વેચાણ ભાવ નક્કી કરાય છે

 

(4:56 pm IST)