Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

આંખોની બળતરાથી હેરાન છો ? તો કરો આ ઉપાય

આંખોમાં બળતરાના અનેક કારણો હોઈ શકે છે. તેનાથી કેટલાય લોકો હેરાન રહે છે. ખરાબ અને પ્રદુષણભર્યા  વાતાવરણના કારણે આંખોમાં બળતરા થઈ શકે છે. આંખોમાં બળતરા થતા આંખો લાલ થઈ જાય છે અને આંખોમાંથી પાણી નીકળવા લાગે છે. ત્યારે આંખોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આંખોની બળતરાને શાંત કરવા માટે તમે અમુક ઘરેલુ ઉપાય અપનાવી શકો છો.

પાણી : આંખોની બળતરાને ઓછી કરવા માટે પાણી સૌથી પહેલો અને સરળ ઉપાય ગણવામાં આવે છે. ઠંડા પાણીથી તમારી આંખોને ધોઈ લો. જેનાથી બળતરા ઓછી થઈ જશે.

કાકડી : કાકડીમાં ૯૬ ટકા પાણી હોય છે. તેથી તે આંખોને હાઈડ્રેટ રાખે છે અને બળતરા ઓછી કરે છે. આંખોની બળતરાને દૂર કરવા માટે કાકડીની ઠંડી સ્લાઈસ થોડીવાર આંખો પર રાખીને સૂવાથી ફાયદો થાય છે.

બટેટા : બટેટાની ગોળ અને પાતળી સ્લાઈસ આંખો પર રાખો. ૧૫ મિનીટ બાદ નવી સ્લાઈસ આંખો પર રાખો. તેનાથી આંખોની બળતરા અને આંખોમાંથી પાણી નીકળવાની સમસ્યાથી છૂટકારો મળશે.

ગ્રીન ટી બેગ : ગ્રીન ટી બેગને ફ્રીઝમાં સ્ટોર કરો અને જ્યારે પણ આંખોમાં બળતરા થાય, તો આ ગ્રીન ટી બેગને પાણીમાં ભીના કરી આંખ પર રાખો. જેનાથી આંખની બળતરા દૂર થશે.

ઠંડી ચમચી : એક ચમચીને ફ્રીઝમાં રાખો અને તેને ૧૦ મિનીટ સુધી આંખો પર રાખો. તેનાથી આંખોની બળતરા ઓછી થશે.

(12:27 pm IST)