Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

ઉઝબેકીસ્તાને અફઘાનિસ્તાન અને તાલિબાનને શાંતિ વાર્તાનું આમંત્રણ આપ્યું

નવી દિલ્હી: ઉઝબેકીસ્તાને પાડોશી દેશ અફઘાનિસ્તાન અને તાલિબાનને શાંતિ વાર્તાનું આમંત્રણ મોકલ્યું છે ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રાલયએ જણાવ્યું છે કે અમને આશા છે કે બને પક્ષોમાં વાતચીત પછી સંઘર્ષ વિરામને અનિશ્ચિત કાળથી વધારવામાં આવશે અમે શાંતિ પ્રક્રિયાને આગળ વધારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અફઘાનિસ્તાન અને તાલિબાન વચ્ચે સીધી વાર્તા કરવા માટે ઉઝબેકિસ્તાનની ધરતી પર દરેક આવશ્યક પગલું ભરવામાંઆવશે.

અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાને ધ્યાનમાં લઈને ઉઝબેકીસ્તાને વર્ષે માર્ચમાં અફઘાન શાંતિ સંમેલનનું આયોજન પણ કર્યું હતું પરંતુ તાલિબાને એમાં ભાગ નહોતો લીધો.

(7:01 pm IST)