Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

વિશ્વના ૪૦ ટકા ફાયરઆર્મ્સ અમેરિકાના નાગરિકો પાસે

જીનીવા તા. ર૦ :.. જીનીવાસ્થિત ગ્રેજયુએટસ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝ (જીઆઇઆઇડીએસ) નાં નાનાં શસ્ત્રો, રિવોલ્વર્સ, પિસ્ટલ્સ તથા બંદૂકો વિશેના સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે, વિશ્વની કુલ વસ્તીમાં અમેરિકનોનું પ્રમાણ ફકત ૪ ટકા છે, પરંતુ વિશ્વના ગોળીબાર માટેનાં હથિયારો (ફાયરઆર્મ્સ) માંથી ૪૦ ટકા શસ્ત્રો અમેરિકનો પાસે છે. દુનિયાના નાગરીકો પાસેનાં કુલ બંદૂકો, રિવોલ્વર્સ અને પિસ્ટલ્સ જેવા ૮પ.૭૦ કરોડ શસ્ત્રોમાંથી ૩૯.૩૦ કરોડ શસ્ત્રો અમેરિકનો પાસે છે. ફાયરઆર્મ્સનો એ જથ્થો અન્ય રપ દેશોના નાગરીકો પાસેના કુલ ફાયર આર્મ્સ કરતાં વધારે છે.

સર્વેક્ષણમાં નોંધાયા પ્રમાણે વિશ્વના એક અબજ કરતાં વધારે શસ્ત્રોમાંથી ૮પ ટકા શસ્ત્રો સામાન્ય નાગરિકો પાસે છે, બાકીનાં ૧પ ટકા જેટલાં હથિયારો કાયદાનો અમલ કરતાં તંત્રો અને લશ્કરી તંત્રો પાસે છે. પ૬ દેશોનાં સ્થાનીક સર્વેક્ષણોનાં પરિણામો અને ૧૩૩ દેશો અને પ્રદેશોના સીવીલીયન ફાયર આર્મ્સ રજિસ્ટ્રેશન ડેટા સહિતનાં અનેકવિધ સાધનોને આધારે જીઆઇઆઇડીએસનું સર્વેક્ષણ પાર પડયું હતું.

(12:02 pm IST)